PM મોદીના વિમાનમાં ટેક્નિકલ આવી ખામી, દેવઘર એરપોર્ટ પર વિમાન રોકાયું

PM મોદીના વિમાનમાં ટેક્નિકલ આવી ખામી, દેવઘર એરપોર્ટ પર વિમાન રોકાયું

11/15/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

PM મોદીના વિમાનમાં ટેક્નિકલ આવી  ખામી, દેવઘર એરપોર્ટ પર વિમાન રોકાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન ટેક્નિકલ ખામીના કારણે શુક્રવારે (15 નવેમ્બર, 2024) દેવઘર એરપોર્ટ પર રોકાયું હતું. વડાપ્રધાન મોદીના પ્લેન રોકાવાને કારણે એર ટ્રાફિક પ્રભાવિત થઇ હતી. વડાપ્રધાન જમુઈના ચાકઈ ખાતે બેઠક યોજીને દેવઘર ફરી રહ્યા હતા, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓના કારણે વિમાન ઉડાન ભરી શક્યું નહોતું. જેના કારણે એર ટ્રાફિક અવરોધાઈ હતી, જેની અસર અન્ય ફ્લાઈટને પર પણ પડી હતી. વડાપ્રધાનનું વિમાન અત્યારે પણ દેવઘર એરપોર્ટ પર છે અને ટેક્નિકલ ખામીના કારણે ઉડાણ ભરી શક્યું નથી.


એરપોર્ટ બહાર સુરક્ષા વધારી દેવામાં આવી

એરપોર્ટ બહાર સુરક્ષા વધારી દેવામાં આવી

હાલમાં વડાપ્રધાન મોદી તેમના હેલિકોપ્ટરમાં બેસીને સારો થાય તેની રાહ જોઈ રહ્યા છે. બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો, તેમને લઇ જવા માટે દિલ્હીથી અન્ય વિમાન મોકલવામાં આવી રહ્યું છે. એવી સ્થિતિમાં તેમને દિલ્હી પરત ફરવામાં વિલંબ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આદિવાસી પ્રતિક બિરસા મુંડાની જન્મજયંતિ પર ઝારખંડમાં બે રેલીઓને સંબોધિત કરી હતી. બિરસા મુંડાની જન્મજયંતિ 'આદિવાસી ગૌરવ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top