સુરત: UPSC પરીક્ષામાં 1 માર્ક્સથી રહી જતા યુવકે કરી આત્મહત્યા

સુરત: UPSC પરીક્ષામાં 1 માર્ક્સથી રહી જતા યુવકે કરી આત્મહત્યા

11/22/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: UPSC પરીક્ષામાં 1 માર્ક્સથી રહી જતા યુવકે કરી આત્મહત્યા

Youth commits suicide in Surat and Rajkot: આત્મહત્યાની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. હવે તો લોકો નાની-નાની વાતે પણ આત્મહત્યા કરતા થઇ ગયા છે. કોઇ નાની વાતે ઠપકો આપો તો પણ આત્મહત્યા કરી હોય તેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, તો આવીય ઘટના સામે આવી છે કે કોઇ વસ્તુ અપાવવાની ના પાડી દેવાતા બાળકોએ આત્મહત્યા કરી હોય. ખેર આ વધી ઘટનાઓ વિશે જાણીને ક્યારેક તો મનમાં એવો પણ સવાલ થાય કે લોકો આત્મહત્યા કરતા શું કામ હશે? આત્મહત્યા કરવાનું મન કઇ રીતે થતું હશે? એમ કરવા અગાઉ પરિવાર કે માતા-પિતા, પત્ની, બાળકોનો પણ ખ્યાલ ન આવતો હોય? શું આત્મહત્યા જ કોઇ સમસ્યાનું સમાધાન હોય શકે, બીજો કોઇ ઉપાય નહીં હોય? હોય દરેક સમસ્યાનો ઉકેલ હોય છે, પરંતુ એ નીકળતું નથી આપણે સમજદારીથી ઉકેલ લાવવો પડે. આ બધું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે અત્યારે જ સુરત અને રાજકોટથી આત્મહત્યાના સમાચાર મળી રહ્યા છે.


સચિન વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવકે કરી આત્મહત્યા

સચિન વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવકે કરી આત્મહત્યા

UPSCમાં 1 માર્ક્સથી નાપાસ થતા સચિન વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવકે સાતમા માળથી લૉ રાઈઝ અપાર્ટમેન્ટની ગેલેરમાંથી ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું છે. મૃતક યુવક મૂળ ઉત્તર પ્રદેશના હરદ્વારી ગામનો રહેવાસી છે. તે છેલ્લા 1 માસથી સચિનના કૈલાસ નગરમાં રહેતો હતો. યુવક UPSCમાં 1 માર્ક્સથી રહી જતા છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતો હતો. તો આત્મહત્યાની વધુ એક ઘટના રાજકોટથી સામે આવી છે, પરંતુ તેનું કારણ કંઇક જૂદુ છે.


ગેમિંગ એપમાં પૈસા હારી જતા યુવકે જીવન ટૂંકાવી લીધું

ગેમિંગ એપમાં પૈસા હારી જતા યુવકે જીવન ટૂંકાવી લીધું

રાજકોટની ખાનગી કૉલેજમાં અભ્યાસ કરતા ક્રિષ્ના પંડિત (ઉંવ. 20) નામના યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. રાજકોટના નાગેશ્વર જૈન દેરાસર પાસે રહેતા યુવકના મોબાઈલમાંથી સ્યૂસાઈડ નોટ મળી જેમાં તે ગેમિંગ એપમાં પૈસા હારી ગયો હોવાની વાત કહેવામાં આવી છે. યુવકે સ્યૂસાઈડ નોટમાં યુવકોને ગેમિંગ એપમાં ગેમ્બલિંગ ન કરવાની સલાહ આપી છે. સાથે જ યુવાધનને ગેમિંગ એપના વિષચક્રમાંથી બચાવી લેવાની પણ વાત કરી છે. પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top