પદના શપથ લીધા બાદ ટ્રમ્પે કહ્યું કે, "અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆત અત્યારથી જ થઈ છે. આ દિવસથી, આપણું રાષ્ટ્ર ફળશે-ફૂલશે અને સન્માન મેળવશે. હું, એકદમ સરળ રીતે, અમેરિકાને પ્રથમ રાખીશ.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં દરેકને વાણી સ્વાતંત્ર્ય હશે. કોઈપણ પ્રકારના નિયંત્રણો રહેશે નહીં. હું સરકારી વ્યવસ્થામાંથી ઉગ્રવાદી વિચારસરણીને દૂર કરીશ.
રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે મેક્સિકન સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. તેમણે કહ્યું કે મેક્સિકન સરહદ પર મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકો તૈનાત કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું કે, દેશના પડકારો દૂર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા કટ્ટરપંથી અને ભ્રષ્ટ સ્થાપનામાં વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે, અગાઉના વહીવટીતંત્રએ આપણા દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા ખતરનાક ગુનેગારોને આશ્રય અને રક્ષણ પૂરું પાડ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ટૂંક સમયમાં પહેલા કરતાં વધુ મહાન, મજબૂત અને વધુ નોંધપાત્ર બનશે. તેમણે કહ્યું હતું કે તેઓ આત્મવિશ્વાસ અને આશાવાદ સાથે રાષ્ટ્રપતિ પદ પર પાછા ફર્યા છે. આ રાષ્ટ્રીય સફળતાના એક નવા રોમાંચક યુગની શરૂઆત છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, સૂર્યપ્રકાશ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે અને અમેરિકા પાસે આ તકનો લાભ લેવાની અભૂતપૂર્વ તક છે.
ટ્રમ્પે પોતાના ભાષણમાં અમેરિકા માટેનું પોતાનું વિઝન રજૂ કર્યું. તેમણે કહ્યું કે, 'આપણી સાર્વભૌમત્વ પાછી મેળવવામાં આવશે, આપણી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે, ન્યાયના ત્રાજવા ફરીથી સંતુલિત કરવામાં આવશે.'
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ ન્યાય વિભાગનું "ક્રૂર, હિંસક અને અન્યાયી શસ્ત્રીકરણ" સમાપ્ત થઈ જશે. 'અમારી ટોચની પ્રાથમિકતા એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાની રહેશે જે ગૌરવશાળી, સમૃદ્ધ અને સ્વતંત્ર હોય.'
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના પોતાના ભાષણની શરૂઆત તેમના સાથી રાષ્ટ્રપતિઓ અને કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય લોકોને સંબોધિત કરીને કરી, જેમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ બઇડાનનો સમાવેશ થાય છે