રામાયણ પર અરવિંદ કેજરીવાલ દ્વારા અપાયેલા આ નવીનતમ જ્ઞાન વિશે શું તમે જાણો છો? જુઓ વીડિયો

રામાયણ પર અરવિંદ કેજરીવાલ દ્વારા અપાયેલા આ નવીનતમ જ્ઞાન વિશે શું તમે જાણો છો? જુઓ વીડિયો

01/21/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

રામાયણ પર અરવિંદ કેજરીવાલ દ્વારા અપાયેલા આ નવીનતમ જ્ઞાન વિશે શું તમે જાણો છો? જુઓ વીડિયો

Arvind Kejriwal on Ramayana: આમ આદમી પાર્ટી (AAP)ના મુખિયા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે એક ચૂંટણી સભામાં રામાયણના પ્રસંગનો ઉલ્લેખ કર્યો, જેને લઈને હવે તેઓ ટ્રોલ થઇ રહ્યા છે. સીતા હરણની કહાની સંભળાવતા હનુમાન ભક્ત અરવિંદ કેજરીવાલ કેટલીક ભૂલો કરી બેઠા, જેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તેમને ઘેરી રહ્યા છે. ફરી એક વખત 'ચૂનાવી હિન્દુ' કહીને કટાક્ષ કરવામાં આવી રહ્યો છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


કેજરીવાલે સંભળાવી સીતા હરણની કહાની

કેજરીવાલે સંભળાવી સીતા હરણની કહાની

કેજરીવાલે સોમવારે સાંજે વિશ્વાસ નગરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ઝુપડપટ્ટીવાસીઓને ભાજપથી સતર્ક કરતા સીતા હરણની કહાની સંભળાવી. કેજરીવાલે કહ્યું કે, 'એક દિવસ ભગવાન રામ ભોજનની વ્યવસ્થા કરવા માટે જંગલમાં ગયા. માતા સીતાને પોતાની ઝુંપડીમાં છોડી ગયા અને લક્ષ્મણને કહ્યું કે, તું સીતા માતાની રક્ષા કરજે. એટલામાં રાવણ સોનાનું હરણ બનીને આવ્યો. સીતા માતા લક્ષ્મણને બોલી મને આ હરણ જોઈએ છે. લક્ષ્મણ બોલ્યો- 'ના મૈયા, ભગવાન રામ કહીને ગયા છે કે મારે તમારી રક્ષા કરવાની છે. એટલામાં તોઓ (સીતા માતા) બોલ્યા કે નહી હું તને આદેશ આપું છું કે જા અને હરણ પકડીને લાવ. લક્ષ્મણ પાસે કોઈ વિકલ્પ નહોતો, લક્ષ્મણ જતો રહ્યો. રાવણ પોતાનો વેશ બદલીને સીતા માતાનું હરણ કરીને લઇ ગયો.'

કેજરીવાલે કહ્યું કે, આ ભાજપવાળા સોનાના હરણની જેમ છે, તેમના ચક્કરમાં ન પડતા, તમારા બધાનું હરણ થઇ જશે. સોનાના હરણના ચક્કરમાં ઝુપડપટ્ટીવાળા ન પડી જાય. આજકાલ જે આવી રહ્યા છે તે તમારા બાળકો સાથે કેરમ રમી રહ્યા છે. તેઓ ચૂંટણી બાદ બુલડોઝર લઈને ઝુપડપટ્ટી તોડવા આવશે. તમે ચિંતા ન કરતા, જ્યાં સુધી તમારો દીકરો જીવિત છે, હું બોલડોઝર સામે સૂઇ જઇશ. ઝુપડી નહીં તોડવા દઉં.


કહાનીમાં શું ભૂલ કરી બેઠા કેજરીવાલ?

કહાનીમાં શું ભૂલ કરી બેઠા કેજરીવાલ?

અરવિંદ કેજરીવાલ રામાયણનો પ્રસંગ સંભળાવતા કેટલીક ભૂલો કરી બેઠા, જેને લઈને ભાજપ તેમને ટ્રોલ કરી રહી છે. કેજરીવાલે કહ્યું કે, ભગવાન રામ ભોજનની વ્યવસ્થા કરવા જંગલમાં ગયા હતા, જ્યારે વાસ્તવમાં તેઓ સોનાના હરણનો પીછો કરતા જંગલમાં ગયા હતા. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, રાવણ સોનાનું હરણ બનીને આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આ હરણનો વેશ મારીચે ધારણ કર્યો હતો. રાવણ બ્રાહ્મણ બનીને ભિક્ષા માગવા આવ્યો હતો.

શું બોલી ભાજપ?

ભાજપના પૂર્વ સાંસદ અને નવી દિલ્હી સીટથી અરવિંદ કેજરીવાલને પડકાર આપવા જઈ રહેલા પ્રવેશ વર્માએ એક્સ પર કહ્યું કે, 'ચૂનાવી હિન્દુ અરવિંદ કેજરીવાલ અનુસાર શ્રીરામ જી જ્યારે વનમાં ભોજન શોધવા ગયા તો રાવણ સોનાનું હરણ બનીને આવ્યો હતો. પરંતુ હું ચૂનાવી હિન્દુને કહી દઉં કે રામાયણમાં તો રક્ષાસ મારીચ રાવણ સાથે આવ્યો હતો અને તેણે સોનાના હરણનું રૂપ ધારણ કર્યું હતું. સીતા માતાએ લક્ષ્મણજીને નહીં, પરંતુ પ્રભુ શ્રીરામજીને સોનાનું હરણ લાવવા કહ્યું હતું. આ છે ચૂનાવી હિન્દુનું નકલી જ્ઞાન.'

દિલ્હી વિધાનસભામાં નેતા વિપક્ષ અને રોહિણીથી ભાજપના ઉમેદવાર વિજેન્દ્ર ગુપ્તાએ પણ જોરદાર પ્રહાર કર્યો. તેમને એક્સ પર લખ્યું કે, 'ચૂંટણીમાં મંદિર-મંદિર જવાનો ઢોંગ કરનારા કેજરીવાલનું રામાયણ પર અજીબોગરીબ જ્ઞાન સંભાળો.. 'શ્રી રામચંદ્ર જ્યારે વનમાં ભોજનની શોધમાં ગયા ત્યારે રાવણ સોનાનું હરણ બનીને આવ્યો અને માતા સીતાનું હરણ કરીને લઇ ગયો. આ પ્રકારે સનાતન ધર્મનું મજાક ઉડાવતા શરમ આવવી જોઈએ કેજરીવાલજી. એક તરફ તમે દિલ્હીમાં વિશ્વસ્તરીય શિક્ષણ મૉડલનો ઢંઢેરો વગાડો છો અને બીજી તરફ તમને રામાયણનું જ જ્ઞાન નથી.'

સેહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરતા લખ્યું કે, હું મુસ્લિમ છું છતા જાણું છું કે આ ખોટું છે. શું અરવિંદ કેજરીવાલ રામાયણને વિકૃત કરી રહ્યા છે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top