પાકિસ્તાન નામ પર BCCI-PCB વચ્ચે ઉગ્ર લડાઇ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ફરી એક વખત હોબાળો

પાકિસ્તાન નામ પર BCCI-PCB વચ્ચે ઉગ્ર લડાઇ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ફરી એક વખત હોબાળો

01/21/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાન નામ પર BCCI-PCB વચ્ચે ઉગ્ર લડાઇ, ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ફરી એક વખત હોબાળો

No 'Pakistan' On Team India Jersey: પહેલા ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ, રોહિત શર્માએ કેપ્ટન તરીકે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપી નહોતી. પાકિસ્તાન આ ICC ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. પરંતુ ભારતની મેચો દુબઈમાં યોજાશે. હવે એવા સમાચાર છે કે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને જોરદાર પટક્યું છે. સામાન્ય રીતે, ટૂર્નામેન્ટનું આયોજન કરનાર દેશનું નામ બધી ટીમોની જર્સી પર હોય છે, પરંતુ પાકિસ્તાનનું નામ ભારતની જર્સી પર નહીં હોય અને હવે આ અંગે હોબાળો મચી ગયો છે.


ભારતીય ટીમની ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર હોબાળો

ભારતીય ટીમની ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પર હોબાળો

આ મામલે PCBએ ભારત અને BCCI પર આરોપો લગાવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'BCCI ક્રિકેટમાં રાજકારણ લાવી રહ્યું છે જે રમત માટે સારું નથી.' BCCIએ પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. તેઓ પોતાના કેપ્ટન (રોહિત શર્મા)ને ઉદ્વઘાટન સમારોહ માટે પાકિસ્તાન મોકલવા પણ માગતા નથી અને હવે એવા અહેવાલો છે કે (ભારતીય ક્રિકેટ ટીમની) જર્સી પર પાકિસ્તાનનું નામ પ્રિંટ નહીં થાય. અમને અપેક્ષા છે કે ICC આવું ન થવા દે અને પાકિસ્તાનને ટેકો આપે.


2023ના ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ હતું

2023ના ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ હતું

ભારતે 2023 ODI વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ત્યારે પાકિસ્તાની ટીમ ભારત આવી અને તેણે પોતાની બધી મેચ અહીં રમી. પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ હતું. આ પહેલા પણ જ્યારે ભારતે ICC ઇવેન્ટ્સનું આયોજન કર્યું હતું, ત્યારે પાકિસ્તાનની જર્સી પર ભારત લખેલું હતું. પરંતુ BCCI નથી ઇચ્છતું કે તેના ખેલાડીઓની જર્સી પર પાકિસ્તાનનું નામ હોય. હવે પાકિસ્તાને આ મુદ્દા અંગે ICCનું શરણ લીધું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં શરૂ થશે. ભારત તેની બધી મેચ દુબઈમાં રમશે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ પણ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો 23 ફેબ્રુઆરીએ એક-બીજા સામે ટકરાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top