અરવિંદ કેજરીવાલ પાસે કેટલા કરોડની સંપત્તિ છે? ઘર, કારથી લઈને સમગ્ર મિલકતની વિગતો અહીં વાંચો
Arvind Kejriwal Poll Affidavit: શું તમે જાણો છો કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ પાસે કેટલા કરોડની સંપત્તિ છે? જો નહીં તો અમે તમને જણાવી રહ્યા છીએ. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમની કુલ સંપત્તિ 1.73 કરોડ રૂપિયા છે. બુધવારે અરવિંદ કેજરીવાલે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે નવી દિલ્હી મતવિસ્તારથી ઉમેદવારી નોંધાવી હતી. તેમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાંથી આ માહિતી મળી છે.
કેજરીવાલે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામા મુજબ, તેમની સંપત્તિમાં બેંક બચત તરીકે રૂ. 2.96 લાખ અને રોકડ રૂ. 50,000નો સમાવેશ થાય છે. તેમની સ્થાવર મિલકત 1.7 કરોડ રૂપિયાની છે. એફિડેવિટમાં એ પણ ખુલાસો થયો છે કે કેજરીવાલ પાસે કોઈ ઘર કે કાર નથી. એફિડેવિટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં અરવિંદ કેજરીવાલની આવક 7.21 લાખ રૂપિયા હતી.
કેજરીવાલ કરતા પત્ની વધુ અમીર
કેજરીવાલ કરતા તેમની પત્ની સુનીતા કેજરીવાલ વધુ અમીર છે. તેમની નેટવર્થ અંદાજે રૂ. 2.5 કરોડ છે, જેમાં રૂ. 25 લાખની કિંમતનું 320 ગ્રામ સોનું અને રૂ. 92,000ની કિંમતનું એક કિલોગ્રામ ચાંદી અને રૂ. 1.5 કરોડની સ્થાવર સંપત્તિ સહિત રૂ. 1 કરોડથી વધુની જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે. એફિડેવિટમાં જણાવાયું છે કે કેજરીવાલની પત્ની ગુરુગ્રામમાં એક ઘર અને એક નાની પાંચ સીટર કાર ધરાવે છે. આ કપલની કુલ સંપત્તિ 4.23 કરોડ રૂપિયા છે.
નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલે 2020ની ચૂંટણી એફિડેવિટમાં 3.4 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. 2015માં તે 2.1 કરોડ રૂપિયા હતી. એટલે કે છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે. તો, AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈને પણ શકુર બસ્તી વિધાનસભા મતવિસ્તારથી ઉમેદવારી નોંધાવી હતી. જૈનની એફિડેવિટ મુજબ, તેમની કુલ સંપત્તિ રૂ. 4.4 કરોડ છે, જેમાં રૂ. 30.67 લાખની જંગમ સંપત્તિ અને રૂ. 4.12 કરોડની સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp