હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું- આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું- આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે

01/21/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું- આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલમાં ઠંડીનું પ્રમાણ ઓછું થતું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધ્યું છે. પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ તરફની થઈ ગઇ છે. પવનની દિશા બદલાવવાને કારણે ગતિ પણ ઓછી થઈ છે. ત્યારે હવે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી 10 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે આજથી ગુજરાતના હવામાનમાં પલટાની સાથે માવઠા અને કડકડતી ઠંડીની આગાહી કરી છે. સાથે જ પરેશ ગોસ્વામી અને સ્કાઇમેટ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.


અબાલાલ પટેલની આગાહી

અબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે, "જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે હવામાનમાં મોટો બદલાવ આવશે. વિષમ હવામાનની વિરુદ્વ અસર જોવા મળશે અને 21-30 જાન્યુઆરીના વિવિધ ભાગમાં હવામાનમાં પલટો આવશે અને હળવું માવઠું થવાની સંભાવનાઓ છે. જાન્યુઆરી મહિના અંતમાં હવામાનમાં અવારનવાર પલટો આવશે. જેને કારણે અમુક વિસ્તારમાં હળવા વરસાદ થવાની સંભાવના છે. ભેજવાળું વાતાવરણ કે કમોસમી વરસાદ પડે તો રવિ પાકને નુકસાન થવાની સંભાવના વર્તાઇ રહી છે. કમોસમી વરસાદની સંભાવનાને લઈ ખેડૂતોની ચિંતા વધશે.

અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે, 22-23  જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેને કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ રહેશે. 27-30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં માવઠાની સંભાવના છે. દક્ષિણ-પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટું પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7-9 ફેબ્રુઆરીમાં વાદળછવાયુ વાતાવરણ રહી શકે છે.


સ્કાયમેટની આગાહી

સ્કાયમેટની આગાહી

સ્કાયમેટની આગાહી મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી 24 કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે. 22 જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાશે અને 23 અને 24 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. એકાદ કે બે જગ્યાએ કરા પણ પડી શકે છે. આગામી 2 દિવસમાં ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં અને દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદની સંભાવના છે. પૂર્વી અને ઉત્તર-પૂર્વીય ભારતનું હવામાન સ્વચ્છ રહેશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં હવામાન સૂકું રહેશે.


પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, અત્યારે જે બદલાવો દેખાઇ રહ્યા છે એટલે કે પવનની દિશા બદલાઈ ગઈ છે, તાપમાન ઊંચુ જતું રહ્યું છે આ પાછળનું કારણ એન્ટિ-સાયક્લોન છે. એન્ટિ-સાયક્લોન હાલ ગુજરાતથી ઉત્તર પૂર્વ દિશા તરફ છે. હાલમાં આ એન્ટિ-સાયક્લોન નબળું પડી રહ્યું છે અને હજી પણ નબળું પડતા-પડતા આગળ નીકળી જશે. ત્યારબાદ ફરીથી હવામાન બદલાશે. આગામી 22 જાન્યુઆરીથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે. જે 28 જાન્યુઆરી સુધી ચાલશે. 22મી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાઇને ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. ત્યારબાદ ઠંડી ચાલુ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top