Surat: કથાવાંચક પ્રદીપ મિશ્રાએ લવ જેહાદ પર આપ્યું મોટું નિવેદન, બોલ્યા- 'ખોટા વ્યક્તિનો બંગલો જોઈને ફસાશો તો ફ્રીજમાં...'
Pradeep Mishra on love jihad: સુરતના ખરવાસા રોડ પર હાલમાં કથાવાંચક પ્રદીપ મિશ્રા દ્વારા શિવ મહાપુરાણ કથા કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેમણે લવ જેહાદ પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હિન્દુ દીકરીઓએ જાગૃત થવાની જરૂર છે. લવ જેહાદ દ્વારા ફક્ત છોકરીઓનો ઉપયોગ થાય છે. તેમનું શારીરિક શોષણ થાય છે. પછી છોકરીઓને બહાર કાઢી મૂકવામાં આવે છે. સનાતાનીનું ઘર કાચું હશે, દિલ પાકુ હશે તો તમારી કદર થશે. ખોટા વ્યક્તિનો બંગલો જોઈને ફસાઈ જશો તો ફ્રીજમાં 41 ટુકડા મળશે, તેના માટે પણ તૈયાર રહેજો. એટેચીમાં ભરેલા ટૂંકડાઓને ગણવા પણ તૈયાર રહેજો. એટલે નિવેદન છે કે કાચું, મકાન અને સાચી વ્યક્તિને થોડા પારખો, સમજો. સનાતન ધર્મ નબળો ધર્મ નથી. જિંદગીમાં આદર કરવાનું શિખવે છે. જો આ પછી પણ હિન્દુ દીકરીઓ જાગૃત થઈ રહી નથી તો તેમણે જાગૃત થવાની જરૂર છે. હિન્દુ ધર્મ અનુસાર, લગ્ન સંબંધ બનાવો અને તમારા માતા-પિતાને કન્યાદાન કરવાની તક આપો.
અગાઉ, રાયપુરમાં કથાના અંતિમ દિવસ અગાઉ, તેમણે ભારત અને વિશ્વભરના તમામ હિન્દુઓને પ્રેમ લગ્ન ન કરવા અને 4 બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. 27 મેથી દુર્ગના અમલેશ્વરમાં પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ કથા ચાલી રહી હતી. આ કથા સાંભળવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. પત્રકારો સાથે વાત કરતા, પંડિત પ્રદીપ મિશ્રાએ પ્રેમ લગ્ન, દેશભરમાં બંધ મંદિરો અને હિન્દુ ધર્મ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ દરમિયાન, એક પ્રશ્નના જવાબમાં, પંડિત પ્રદીપે બધા હિન્દુઓને 4-4 બાળકો પેદા કરવાની અપીલ કરી હતી. આ અંગે દલીલ કરતા તેમણે કહ્યું કે દરેક હિન્દુને 4 બાળકો હોવા જોઈએ, તેમાંથી 2 પોતાના માટે રાખવા જોઈએ અને બાકીના 2માંથી 1 રાષ્ટ્ર સેવા માટે અને 1 હિન્દુ ધર્મ માટે સમર્પિત કરવો જોઈએ.
પંડિતજી અહીં જ ન અટક્યા, તેમણે છોકરીઓને સલાહ પણ આપી. પ્રેમ લગ્ન અંગેના અન્ય એક સવાલ પર પંડિત પ્રદીપે કહ્યું કે હિન્દુ છોકરીઓએ પ્રેમ લગ્ન ન કરવા જોઈએ. તમે સ્કૂલ, કોલેજ, ટ્યૂશન અને બીજી જગ્યાએ જશો અને ત્યાં તમને 100 છોકરાઓ મળશે, પણ તમે તેમની સાથે તમારા જીવનના 100 વર્ષ જીવી શકશો નહીં. તમારા પિતા જેને શોધીને તેમની સાથે લાવે છે તેની સાથે તમે 100 વર્ષ જીવી શકો છો. પ્રદીપ મિશ્રાએ પણ અરેન્જ લગ્નની સલાહ આપી અને કહ્યું કે વિરોધ પ્રેમ લગ્નનો નહીં, પરંતુ લવ જેહાદનો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp