England announces playing XI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પહેલી મેચ 22 જાન્યુઆરીથી કોલકાતામાં રમાશે. સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે જ્યારે જોસ બટલર ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરશે. ઇંગ્લેન્ડે એક દિવસ અગાઉ જ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓને તક મળી છે.
ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરીએ રમાશે, જ્યારે ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રમાશે. ચોથી T20 મેચ 31 જાન્યુઆરીએ રમાશે. શ્રેણીની અંતિમ મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઇમાં રમાશે. T20 શ્રેણી બાદ, 3 મેચની વન-ડે શ્રેણી રમાશે, જેની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ રમાશે.
2024ના T20 વર્લ્ડ કપ બાદ, BCCI એ સૂર્યકુમાર યાદવને T20 ફોર્મેટનો નિયમિત કેપ્ટન બનાવ્યો છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 5 મેચની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને શ્રેણી જીતી હતી. અત્યારે ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે.
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બેન ડકેટ, જેમી ઓવરટન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સાલ્ટ, માર્ક વુડ.
પ્રથમ T20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
સંજૂ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.