બનાસકાંઠાના વિભાજનના મામલે ધાનેરા સજ્જડબંધ, જાણો શું છે માગ
Dhanera: બનાસકાંઠા જિલ્લા વિભાજનની જાહેરાત થઇ કેના 21 દિવસ થયા છે અને વિરોધ અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા વિભાજનની લડાઈ અત્યારે આરપારની બની ગઈ છે. આજે ધાનેરા બંધની જાહેરાત સાથે જન આક્રોશ મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા સહિતના ગામના લોકો ધંધો રોજગાર બંધ રાખ્યો હતો. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માગ સાથે આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. વેપારીઓ-ગ્રામજનોએ જાતે જ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે.
બનાસકાંઠાનું વિભાજન કર્યા બાદ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. વાવ-થરાદ જિલ્લામાં ધાનેરા-કાંકરેજનો સમાવેશ કરવામાં આવતા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ જિલ્લાના અસ્તિત્વ સાથે જ ગુજરાતમાં 34 જિલ્લા થઇ ગયા છે. વાવ થરાદ જિલ્લામાં વાવ, થરાદ, દિયોદર, ભાભર, સુઇગામ, લાખણી, ધાનેરા અને કાંકરેજનો સમાવેશ કરાયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp