રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની થઇ જાહેરાત, આ તારીખે મતદાન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની થઇ જાહેરાત, આ તારીખે મતદાન

01/21/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની થઇ જાહેરાત, આ તારીખે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તેનો હવે અંત આવ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે  4:30 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 16  ફેબ્રુઆરીના રોજ મતદાન અને 18 ફેબ્રુઆરીના દિવસે મતગણતરી કરવામાં આવશે. 66 નગરપાલિકાઓ અને 1 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે


સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025

ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025

મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)

મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી

મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top