સુરતમાં 2023 બાદ કોરોનાની વાપસી, 2 ડૉક્ટર થયા સંક્રમિત
New Civil Hospital, Surat: કોરોનાએ શરૂઆતમાં કેવો કાળો કેર વર્તવ્યો એ વિચારીને પણ આપણાં રૂવાડા ઊભા થઈ જાય. થોડા વર્ષો અગાઉ કોરોના જ્યારે દુનિયામાં અસતિત્વમાં આવ્યો ત્યારે તેની સામે લડવાનો પડકાર હતો. ન તો દવા હતી અને ન તો કોઈ વેક્સીન. લોકોમાં ભયનો માહોલ હતો. આખા દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું. જીવન જરૂરિયાત અને ઈમરજન્સી સેવાઓ સિવાય તમામ ક્ષેત્રો પર અસ્થાયી રૂપે તાળાં લાગી ગયેલા. એ તો બધાને યાદ જ હશે.
આ સમયે સાચા સંબંધોની વેલ્યૂ લોકોને સમજાયેલી. કેટલાય મૃતદેહો આમ જ રઝડતા છોડી દેવાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે એ... લાંબી.. લાંબી.. લાઈનો લાગેલી જોવા મળતી હતી. આ સાથે જ માનવતાને સાજે તેવા પણ ઘણા કિસ્સા સામે આવેલા. ત્યારબાદ વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી કોરોનાની વેક્સીન શોધાઈ અને લોકોને આપવામાં આવી. ત્યારબાદ લગભગ કોરોનાએ વિદાઇ જ લઈ લીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ દેશ અને દુનિયામાં ફરી માથું ઊંચક્યું છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એજ રીતે ગુજરાતમાં પણ કોરોનના કેસ આવવા લાગ્યા છે. સુરતમાં ઓગસ્ટ 2023 બાદ કોરોનાની વાપસી થઈ છે. સુરતમાં કોરોનાનો છેલ્લો કેસ 3 ઓગસ્ટ 2023ના રોજ નોંધાયો હતો.
સુરતમાં લગભગ ઘણા વર્ષ બાદ કોરોનાની એન્ટ્રી થઈ છે. સુરતની નવી સિવિલ હૉસ્પિટલના 2 રેસિડેન્ટ ડૉક્ટર કોરોના સંક્રમિત થયા છે. આ બંને મહિલા ડૉક્ટર છે. આ બંને ડોક્ટરોમાંથી એક નવી સિવિલ હૉસ્પિટલની હૉસ્ટેલમાં રહે છે, જ્યારે અન્ય એક ડૉક્ટર વેસુમાં રહે છે. કોરોના સંક્રમિત બંને ડૉક્ટરોમાંથી એકની ટ્રાવેલ હિસ્ટ્રી વિશાખાપટ્ટનમની છે. આ ડૉક્ટર 3 દિવસ અગાઉ જ વિશાખાપટ્ટનમથી આવી હતી અને ત્યારબાદ તેને અને તેની સાથી મહિલા ડૉક્ટરને કોરોનના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી એમ માનવમાં આવી રહ્યું છે કે એક ડૉક્ટર વિશાખાપટ્ટનમથી સંક્રમિત થઇ હશે અને ત્યારબાદ તેના સંપર્કમાં આવવાથી બીજી મહિલા ડૉક્ટરને સંક્રમિત થઇ ગઇ હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp