Iran-Israel War: ઇઝરાયલે ઇરાનના 6 એરબેઝ પર કર્યો હુમલો, મિસાઇલ લોન્ચ અને સ્ટોરેજ સાઇટ્સને બનાવ્યા નિશાન
Iran-Israel War: ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે ઇરાનના પશ્ચિમ, પૂર્વ અને મધ્ય વિસ્તારોમાં સ્થિત ઓછામાં ઓછા 6 એરપોર્ટ પર હવાઈ હુમલા કર્યા છે અને તેમને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે આ હુમલાઓમાં ઇરાનના ઓછામાં ઓછા 15 ફાઇટર જેટ અને હેલિકોપ્ટરને તબાહ કરી દેવામાં આવ્યા છે. આ હુમલાઓ રિમોટ કંટ્રોલ્ડ ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતા.
IDF અનુસાર, હુમલાઓમાં રનવે અંડરગ્રાઉન્ડ બંકર, રિફ્યૂલિંગ એરક્રાફ્ટ અને ઇરાની એરફોર્સના F-14, F-5 અને AH-1 જેવા લશ્કરી વિમાનોને હુમલામાં ભારે નુકસાન થયું હતું. IDFએ તેની પોસ્ટમાં એક તસવીર પણ શેર કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે તેહરાનનું મેહરાબાદ એરપોર્ટ, મશહદ અને દેઝફુલ એરપોર્ટ આ હુમલાઓનું મુખ્ય લક્ષ્ય બન્યા.
ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે, ઇરાનના જે વિમાનોને તબાહ કરવામાં આવ્યા, તેનો ઉપયોગ ઇઝરાયલ પર હુમલો કરવા માટે થવાનો હતો. IDFએ કહ્યું કે આ એરપોર્ટ્સથી ઉડાણ ભરવા અને ઇરાની એરફોર્સની ક્ષમતાઓને નબળી પાડવા એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.
חיל-האוויר תקף שישה שדות תעופה של המשטר האיראני במערב, במזרח ובמרכז איראן במאמץ להעמקת העליונות האווירית.בתקיפות נפגעו מסלולי המראה, דירים תת-קרקעיים, מטוס תדלוק, ומטוסים מסוג F-14, F-5 ו-AH-1, השייכים למשטר האיראני. pic.twitter.com/HNPcxqiriI — Israeli Air Force (@IAFsite) June 23, 2025
חיל-האוויר תקף שישה שדות תעופה של המשטר האיראני במערב, במזרח ובמרכז איראן במאמץ להעמקת העליונות האווירית.בתקיפות נפגעו מסלולי המראה, דירים תת-קרקעיים, מטוס תדלוק, ומטוסים מסוג F-14, F-5 ו-AH-1, השייכים למשטר האיראני. pic.twitter.com/HNPcxqiriI
સેનાએ એમ પણ કહ્યું કે આ હુમલામાં ઘણી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ લોન્ચ અને સ્ટોરેજ સાઇટ્સ પણ નષ્ટ કરી દેવામાં આવી હતી. ટેલિગ્રામ પર એક સંદેશમાં IDFએ જણાવ્યું હતું કે તેની ગુપ્તચર એજન્સી પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે, 15થી વધુ ઇઝરાયેલી વાયુસેનાના ફાઇટર જેટ્સે ઇરાનના કેરમાનશાહ પ્રદેશ પર હુમલો કર્યો અને ઇઝરાયલ તરફ લક્ષિત મિસાઇલ સાઇટ્સને તબાહ કરી દીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp