જમ્મુ-કાશ્મીરમાં ફરી સર્જાઈ કુદરતની તારાજી, આભ ફાટવાના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, જુઓ વિડીઓ.

જમ્મુ-કાશ્મીરમાં ફરી સર્જાઈ કુદરતની તારાજી, આભ ફાટવાના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, જુઓ વિડીઓ.

08/26/2025 National

SidhiKhabar

SidhiKhabar

જમ્મુ-કાશ્મીરમાં ફરી સર્જાઈ કુદરતની તારાજી, આભ ફાટવાના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, જુઓ વિડીઓ.

ઉત્તરભારતમાં એક પછી એક વાદળ ફાટવાની કુદરતની ભયાનક ઘટનાઓ બની રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાંથી ફરી એક વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ડોડાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની આ ઘટનાને લીધે ભારે તબાહી મચી છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટનો માહોલ છે.



વૈષ્ણોદેવી યાત્રા રોકી દેવામાં આવી

વૈષ્ણોદેવી યાત્રા રોકી દેવામાં આવી

ધરાલી અને કિશ્તવાડમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ હવે ડોડાના થાથરીમાં પણ કુદરતી આફત આવી છે. જો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ દુર્ઘટનાના કારણે વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે રોકી દેવામાં આવી છે.

વહીવટીતંત્રે સાંજ સુધીમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. વાદળ ફાટવાની ઘટના બાદ, વિસ્તારમાં પૂર જોવા મળી રહ્યું છે, જેના કારણે રસ્તામાં આવતા વૃક્ષો અને ઘરોને ભારે નુકસાન થયું છે. વિસ્તારની નદીઓ ઉભરાઈ રહી છે અને પાણી બજારોમાં ઘૂસી ગયું છે. આવી સ્થિતિમાં, કોઈપણ દુર્ઘટનાથી બચવા માટે ઘણા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. રામબન વિસ્તારમાં પણ ભારે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.



વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ

અહેવાલો અનુસાર, સતત ભારે વરસાદને કારણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ભૂસ્ખલન, પથ્થરો પડવાના બનાવો પણ નોંધાયા છે, જેના કારણે ઘણાં રોડ બંધ કરાયા છે. ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં ઘણાં નાના પુલ પણ ધોવાઈ ગયા છે. પૂરને કારણે રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. જિલ્લામાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને વહીવટીતંત્ર સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલ છે.

વરસાદ ચાલુ હોવાથી પરિસ્થિતિ ગંભીર છે. વહીવટીતંત્રે  ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં વાદળ ફાટવાથી 65 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ગુમ થયા હતા. તે અકસ્માતમાં મચૈલ માતા યાત્રા માટે આવેલા ઘણાં શ્રદ્ધાળુઓ, તેમની બસો, તંબુઓ અને દુકાનો ધોવાઈ ગઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top