'Maruti e Vitara'નું લોકાર્પણ કરી ઈ-મોબિલિટી ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસનો નવો દોર શરૂ કરતાં પીએમ મ

'Maruti e Vitara'નું લોકાર્પણ કરી ઈ-મોબિલિટી ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસનો નવો દોર શરૂ કરતાં પીએમ મોદી, જુઓ વિડીઓ

08/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

'Maruti e Vitara'નું લોકાર્પણ કરી ઈ-મોબિલિટી ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસનો નવો દોર શરૂ કરતાં પીએમ મ

ગુજરાતના બીજા દિવસના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે એક નવી દિશા આપશે.



ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસનો નવો દોર

ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસનો નવો દોર

ભારતની આત્મનિર્ભરતા અને ગ્રીન મોબિલિટી માટે હબ બનવાની શોધમાં આજે એક ખાસ દિવસ છે. 'Maruti e Vitara' ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. આપણા બેટરી ઇકોસિસ્ટમને મોટા પ્રોત્સાહન તરીકે, ગુજરાતના એક પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું ઉત્પાદન પણ શરૂ થશે. હવે ઇલેક્ટ્રિક વાહનની બેટરી એંસી ટકાથી વધુ ભારતમાં જ બનશે. અને સોથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે 'મેક ઇન ઇન્ડિયા' પહેલની વૈશ્વિક સફળતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.

નવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઇલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરૂ થશે. આ પગલું ભારતના બેટરી ઇકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે આ પગલું ઔદ્યોગિક વિકાસનો નવો દોર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'

બપોરે 1:00 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. તેમનો આ ગુજરાત પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ પગલું વડાપ્રધાનના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝનને વધુ મજબૂત બનાવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top