'અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે'નું બેનર દુકાનો બહાર લગાવવા મોદીની વેપારીઓને અપીલ, કહ્યું -ભારતની

'અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે'નું બેનર દુકાનો બહાર લગાવવા મોદીની વેપારીઓને અપીલ, કહ્યું -ભારતની સાર્વભૌમત્વતા પર કોઈ બાંધછોડ નહીં, જાણો

08/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

'અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે'નું બેનર દુકાનો બહાર લગાવવા મોદીની વેપારીઓને અપીલ, કહ્યું -ભારતની

ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદના નિકોલમાં પ્રધાનમંત્રી મોદીએ જાહેરસભાને સંબોધી હતી. અમદાવાદને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપતા પીએમ મોદીએ 'આત્મનિર્ભર ભારત'ના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધતા 'વોકલ ફોર લોકલ' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને ફરીથી વેગ આપ્યો હતો. ઉપરાંત નરેન્દ્ર મોદીએ એવી ખાતરી પણ આપી હતી કે,  જીએસટી રિફોર્મ થતાં આ વખતે દિવાળી પહેલાં જ વેપારી સહિત બધાય વર્ગને ખુશીઓની ભેટસોગાદ મળશે.


વેપારીઓ માટે મોટો સંદેશ

વેપારીઓ માટે મોટો સંદેશ

પીએમ મોદીએ વેપારીઓને તેમના વ્યવસાયના સ્થળો પર એક મોટું બોર્ડ લગાવવા માટે કહ્યું, જેના પર સ્પષ્ટપણે લખેલું હોય કે 'અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે'. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ એક નાનો પણ શક્તિશાળી ઉપાય છે જે ગ્રાહકોમાં સ્વદેશી પ્રત્યે જાગૃતિ અને ગર્વ પેદા કરશે. પીએમ મોદીનો આ સંદેશ વૈશ્વિક વેપાર અને રાજકીય તણાવના સમયમાં આવ્યો છે. મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારત તેની સાર્વભૌમત્વ પર કોઈ બાંધછોડ નહીં કરે અને સ્વદેશી ઉત્પાદનો અપનાવીને દેશ આર્થિક રીતે વધુ શક્તિશાળી બનાવશે.

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં બે મોહનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ગુજરાતની ધરતી પર બે મોહન છે એક સુદર્શનધારી દ્વારકાધીશ, બીજા ચરખાધારી મોહન, ગાંધીજી, સુદર્શનચક્રધારીએ ન્યાય-સુરક્ષાનું કવચ આધારે દેશની રક્ષા કેવી રીતે કરવી તેનો માર્ગ દેખાડયોછે. જયારે ચરખાધારી મોહન ગાંધીજીએ દેશને સ્વદેશીનો રસ્તો બતાવ્યો. આ માર્ગે ચાલી ગુજરાત-ભારતે વિકાસની કેડી કંડારી છે. આ સાથે તેમણે કોંગ્રેસના શાસનના દિવસો યાદ કરાવીને કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા હતા.



ગુજરાત મેન્યુફેચરીંગ હબ

ગુજરાત મેન્યુફેચરીંગ હબ

આ સાથે તેમણે અમદાવાદનું મહત્વ વધારતા કહ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે એમ્દાવાદના લોકોને કરફ્યુમાં દિવસો કાઢવા પડતા હતા. પણ આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે. અમદાવાદે વિકાસની એવી રફતાર પકડી છે કે, તે કોન્સર્ટસ અને સ્પોર્ટ્સનું હ્બ બનવા જઈ રહ્યું છે. આ સાથે અમદાવાના ફરવા લાયક સ્થળો પણ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયા છે. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદુર અંગે પણ વાત કરી હતી. ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે, આજે શાંત અને સુરક્ષિત ગુજરાતમાં ઉદ્યોગો આવી રહ્યાં છે. ગુજરાત મેન્યુફેચરીંગ હબ બન્યુ છે, જેથી રોજગારની તકો વધી છે.

ઉપરાંત તેમણે ટેરિફ મુદ્દે એવી ખાતરી આપી હતી કે, મારી સરકાર ક્યારે ખેડૂતો,પશુપાલકોને અન્યાય નહી કરે, ભલે ગમે તેટલું રાજકીય દબાણ કેમ ન હોય.  છેલ્લે તેમણે આશા વ્યક્ત કરીકે, આગામી દિવસોમાં ભારત વિકસીત ભારત બની રહેશે અને લોકો પણ લોકલ ફોર વોકલના વાહક બની રહેશે. નિકોલ ખાતે આયોજીત જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top