સુરત: શું જમાનો આવી ગયો છે! 21 વર્ષીય યુવતી 16 વર્ષીય કિશોરને ઘરેથી ભગાવી ગઈ

સુરત: શું જમાનો આવી ગયો છે! 21 વર્ષીય યુવતી 16 વર્ષીય કિશોરને ઘરેથી ભગાવી ગઈ

05/24/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: શું જમાનો આવી ગયો છે! 21 વર્ષીય યુવતી 16 વર્ષીય કિશોરને ઘરેથી ભગાવી ગઈ

હવે યુવા પેઢી કયા રસ્તે જઇ રહી છે એજ ખબર પડી રહી નથી. અત્યારની નવી પેઢીના યુવાનોમાં ન તો સહન કરવાની શક્તિ છે, ન તો તેઓ કોઈ પ્રકારે લાંબુ વિચારી રહ્યા છે. આને આપણે સોશિયલ મીડિયાનો પ્રભાવ કહીએ તો જરાય ખોટું નથી. સોશિયલ મીડિયાની રીલ્સ જોઈ-જોઈને યુવાનો તેનું અનુકરણ કરતા શીખી ગયા છે. અને હવે તો પ્રેમ એક રમકડું હોય બની ગયો હોય તેવો ભાસ થઈ રહ્યો છે. ખૂબ નાની વયે પ્રેમના ફણગા ફૂટી રહ્યા છે અને અત્યારનો પ્રેમ વધારે ટકાઉ પણ નથી લાગતો. પ્રેમ કોઈ રમવાની વસ્તુ નથી, એ તો નિભાવવાની વસ્તુ છે. પરંતુ પ્રેમ નિભાવવાની જગ્યાએ હવે એ ભોગ વિલાસનું સાધન બની ગયો. પ્રેમ મોજ શોખનું માધ્યમ બની ગયો. અગાઉ પૂણા ગામની એક શિક્ષિકા તરુણ વિદ્યાર્થીને ભાગાવી ગઈ હતી. હવે લિંબાયતમા એક 21 વર્ષીય યુવતી 16 વર્ષીય છોકરાને ભાગાવી જવાની ઘટના સામે આવી છે.


કિશોર ઘરેથી 25 હજાર રૂપિયા લઈ યુવતી સાથે જતો રહેલો

કિશોર ઘરેથી 25 હજાર રૂપિયા લઈ યુવતી સાથે જતો રહેલો

મળતી માહિતી મુજબ, 21 વર્ષીય યુવતી અને 16 વર્ષીય કિશોર પ્રેમમાં ઓતપ્રોત થઈને ભાગી ગયા.આ ઘટનાની ગંભીરતા જોતા લિંબાયત પોલીસે ગુનો નોંધીને યુવતીની અટકાયત કરી હતી અને કિશોરને પરિવારને સોંપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સ્થાનિક વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી કિશોર સાથે પ્રેમ પ્રકરણમાં ભાગવાના ચક્કરમાં પોલીસ કાર્યવાહીમાં ફસાઈ ગઈ છે. કાયદા મુજબ, પોતે સક્ષમ ન હોવા છતા 16 વર્ષીય કિશોરને યુવતીએ લલચાવીને પ્રેમમાં પાડ્યો હતો. બીજી તરફ 16 વર્ષીય કિશોર પણ પોતાનાથી 6 વર્ષ મોટી યુવતી સાથેના પ્રેમમાં આંધળો બની ગયો હતો. બંનેએ ભાગી જવાનો પ્લાન પણ બનાવી નાખ્યો હતો. કિશોર તો તેના ઘરેથી 25 હજાર રૂપિયા લઈ લીધા હતા અને યુવતી સાથે જતો રહ્યો હતો. ત્યારબાદ પૈસા પૂરા થઈ જતા 2 મહિના બાદ તેઓ પાછા સુરત આવતા રહ્યા. આ મામલો લિંબાયત પોલીસ સ્ટેશન પહોચતા પોલીસે ગુનો નોંધીને યુવતીની ધરપકડ કરી હતી. યુવતીની ઓળખ ગૌરી લોહાર તરીકે થઈ છે. હાલમાં આ મામલો પોલીસ તપાસ હેઠળ છે.


યુવતી કિશોરને ભડગાંવમાં લઈ ગઈ હતી

યુવતી કિશોરને ભડગાંવમાં લઈ ગઈ હતી

આરોપી યુવતીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતું કે તે આ સગીરને ભાગાવીને જલગાંવના ભડગાંવમાં લઈ ગઈ હતી. અહી તેઓ રોકાયા હતા. રોકાણ દરમિયાન અને એ અગાઉ લિંબાયતમા રહેવા દરમિયાન પણ આ સગીર સાથે દુષ્કર્મ કર્યાની વાત સ્વીકારી હતી. એક જ મહિનાના સમયગાળામાં પુખ્ત યુવતીઓ દ્વારા સગીર યુવક સાથે દુષ્કર્મની બીજી ઘટના સામે આવતા શહેરમાં ચર્ચાનું કારણ બની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top