Israel-Iran War: ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઇરાને માનવાનો કરી દીધો ઇનકાર, ઇઝરાયલ શાંત; હવે શું થશે?
Israel-Iran Conflict: આજે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો 12મો દિવસ છે. દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પૂર્ણ અને સમગ્ર યુદ્ધવિરામની જાહેરાત કરી છે, પરંતુ તેમની જાહેરાતના થોડા કલાકો બાદ તેહરાને તેનો ઇનકાર કરતા કહ્યું કે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્કરી કાર્યવાહી બંધ કરવા પર કોઈ સમજૂતી થઈ નથી. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેમને આ યુદ્ધ ચાલુ રાખવામાં કોઈ રસ નથી, જો ઈઝરાયલ તેનું આક્રમણ બંધ કરી દે. અરાઘચીએ કહ્યું કે ઈરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલે ઈરાન પર યુદ્ધ શરૂ કર્યું છે અને જો ઈઝરાયલી શાસન ઈરાની લોકો સામે તેનું ગેરકાયદેસર આક્રમણને તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા બંધ કરે, ત્યારબાદ અમારો જવાબ ચાલુ રાખવાનો કોઈ ઈરાદો નથી.
IDFએ કહ્યું છે કે ઈરાનથી મિસાઈલ લોન્ચ થવાને કારણે ઈઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે. ઈરાની મિસાઈલોએ 'થોડા સમય પહેલા' ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. જો કે, ઇઝરાયલી સેનાએ અત્યાર સુધી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતનો હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીતમાં આ સમજૂતીની મધ્યસ્થી કરી હતી અને ઇઝરાયલ આ વાત પર સંમત થયું હતું કે ઇરાન હવે વધુ કોઈ હુમલા નહીં કરે.
સવારે 4:00 વાગ્યા પછી ઇઝરાયલી હુમલાના અહેવાલ મળ્યા નથી. જોકે ઇઝરાયલે ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ યુદ્ધવિરામનો હજુ સુધી સ્વીકાર કર્યો નથી અથવા કોઈ પ્રતિક્રિયા આપી નથી. APના અહેવાલ મુજબ, સ્થાનિક સમય મુજબ સવારે 4:00 વાગ્યા બાદ ઇઝરાયલી હુમલાના કોઈ અહેવાલ મળ્યા નથી, જે તેહરાન દ્વારા જાહેર કરવામાં આવેલી સમયમર્યાદા છે. આ અગાઉ થોડા સમય સુધી તેહરાન અને અન્ય શહેરોમાં ઇઝરાયલી ભારે હુમલા ચાલુ રહ્યા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp