IND Vs ENG First Test: ‘કોહિનૂર હીરાની જેમ કિંમતી છે બૂમરાહ’, ઇંગ્લેન્ડમાં જસ્સીની બોલિંગના દીવ

IND Vs ENG First Test: ‘કોહિનૂર હીરાની જેમ કિંમતી છે બૂમરાહ’, ઇંગ્લેન્ડમાં જસ્સીની બોલિંગના દીવાના થયા પૂર્વ દિગ્ગજ

06/24/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

IND Vs ENG First Test: ‘કોહિનૂર હીરાની જેમ કિંમતી છે બૂમરાહ’, ઇંગ્લેન્ડમાં જસ્સીની બોલિંગના દીવ

Dinesh Karthik on Jasprit Bumrah: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં જસપ્રીત બૂમરાહે 5 વિકેટ લીધી હતી. આ પ્રદર્શનના દમ પર બૂમરાહે ફરી એકવાર બતાવ્યું કે તે વર્તમાનમાં ન માત્ર ભારત માટે, પરંતુ વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ ફાસ્ટ બૉલર કેમ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે બૂમરાહની તુલના 'કોહિનૂર હીરા' સાથે કરી છે.


3 કેચ છૂટ્યા છતા..

3 કેચ છૂટ્યા છતા..

બીજા દિવસે તેની ઓવરમાં 3 કેચ છૂટવા છતા, બૂમરાહ આગામી દિવસે પાછો ફર્યો અને ક્રિસ વોક્સ અને જોશ ટંગને પેવેલિયન મોકલી દીધા. તેણે ઇંગ્લેન્ડની ઇનિંગ ટી બ્રેક અગાઉ જ સમેટી દીધી, જેથી ભારતને પહેલી ઇનિંગમાં 6 રનની લીડ મળી. પૂર્વ વિકેટકીપર અને હવે કોમેન્ટેટર દિનેશ કાર્તિકે સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટ પર બૂમરાહના ભરપેટ વખાણ કર્યા.

દિનેશ કાર્તિકે કહ્યું કે, તે કોહિનૂરના હીરા જેમ અમૂલ્ય છે. મને આશા છે કે લોકો એ સમજે કે તે ટીમ માટે દરેક ફોર્મેટમાં કેટલો મહત્ત્વનો છે. તે કોઈપણ ફોર્મેટમાં, કોઈપણ ઓવરના ચરણ અને કોઈપણ બૉલથી રમતને પોતાના પક્ષમાં કરી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેની પાસે એ દિમાગ છે જે બેટ્સમેનના વિચારને વાંચી લે છે. ઇતિહાસમાં જે બૉલરોએ 200થી વધુ વિકેટ લીધી છે, તેમાં તેની એવરેજ સૌથી શાનદાર છે અને એ દર્શાવે છે કે તે કેટલો ખાસ છે.'

બૂમરાહે 82 રન આપીને 5 વિકેટ લીધી હતી. ટેસ્ટમાં આ 14મી વખત હતું જ્યારે તેણે 5 કે તેનાથી વધુ વિકેટ લીધી છે. આ ટેસ્ટમાં તેણે એકલા હાથે ભારતીય ટીમને મેચમાં બનાવી રાકી, જ્યારે અન્ય ભારતીય ફાસ્ટ બૉલર શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ મળીને 288 રન આપીને માત્ર 3 વિકેટ લીધી હતી.


બૂમરાહે કપિલ દેવના આ રેકોર્ડની કરી બરાબરી

બૂમરાહે કપિલ દેવના આ રેકોર્ડની કરી બરાબરી

આ સ્પેલ દરમિયાન, બૂમરાહે વિદેશમાં કપિલ દેવના 12 પાંચ વિકેટ હૉલના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. ખાસ વાત એ છે કે બૂમરાહે આ કારનામું માત્ર 34 મેચમાં કર્યું, જ્યારે કપિલ દેવને તેના માટે 66 મેચ લાગી હતી. હવે બૂમરાહના નામે ઈંગ્લેન્ડમાં 42 ટેસ્ટ વિકેટ છે. ભારતીય બૉલરોમાં માત્ર ઇશાંત શર્મા (51) અને કપિલ દેવ (43) જ તેનાથી આગળ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top