Surat: ઘરના કલેશનો આવો અંજામ આવશે કોણે વિચાર્યું હતું? યુવાને પરિવારની સામૂહિક હત્યા કરવાનો કર્યો પ્રયાસ
Sarthana Mass Murder Attempt: સુરતમાં સતત ગુનાહિત ઘટનાઓ વધી રહી છે. કાયદો અને વ્યવસ્થા કથળતા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. આમ તો સુરતીઓ મોજીલા ગણાય, પરંતુ સુરતને જાણે કે કોઈકની નજર લાગી ગઈ હોય તેમ હત્યાઓની ઘટના સતત વધી રહી છે. હવે સુરતમાં જે મામલો પ્રકાશમાં આવ્યો છે તે ચોંકાવનારો છે.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના જ પરિવારની સામુહિક હત્યાના પ્રયાસ હેઠળ છારા વડે હુમલો કર્યો, જેમાં પત્ની અને બાળકનું મોત થયું છે. આ રુંવાડા ઊભા કરી દેનારી ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે. અહીં આવેલા સરથાણા સૂર્યા ટાવરમાં રહેતા સ્મિત જીયાણી નામના શખ્સે સગા માતા-પિતા, પત્ની અને બાળકને છરાના ધા ઝીકયા હતા. જેમાં પત્ની અને બાળકનું મોત થયું છે ત્યારબાદ સ્મિતે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી લીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત યુવાન અને તેના માતા-પિતા હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો હોવાનું કહેવાય છે.
આ બનાવની જાણ થતા જ સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિવારમાં અંદરોઅંદર આંતરિક કલેશ ચાલતો હતો, જેનાથી કંટાળીને સ્મિતે આ ઘટનાને અંજામ આપો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે પોલીસે આ બનાવ પાછળ જવાબદાર કારણને લઈને તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp