ભાજપના ચૂંટણી ઢંઢેરાનો બીજો ભાગ જાહેર, BJPએ વિદ્યાર્થીઓને લઈને કરી મોટી જાહેરાત

ભાજપના ચૂંટણી ઢંઢેરાનો બીજો ભાગ જાહેર, BJPએ વિદ્યાર્થીઓને લઈને કરી મોટી જાહેરાત

01/21/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપના ચૂંટણી ઢંઢેરાનો બીજો ભાગ જાહેર, BJPએ વિદ્યાર્થીઓને લઈને કરી મોટી જાહેરાત

BJPs Second Manifesto: ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર કરી દીધો છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે AAPના તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. મોદી ગેરંટી આપે છે કે દિલ્હીમાં દરેક ગેરંટી પૂરી કરવામાં આવશે.

આ ઉપરાંત ભાજપે વિદ્યાર્થીઓને લઈને એક મોટી જાહેરાત કરી છે. ભાજપે જાહેરાત કરી છે કે તે દિલ્હીમાં જરૂરિયાતમંદોને KG થી PG સુધી મફત શિક્ષણ આપશે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયા આપવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં આ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.


કેજરીવાલે ઓટો ચાલકો માટે કંઈ કર્યું નથી: ભાજપ

કેજરીવાલે ઓટો ચાલકો માટે કંઈ કર્યું નથી: ભાજપ

ભાજપે કહ્યું કે કેજરીવાલે ઓટો ચાલકો માટે કંઈ કર્યું નથી. ભાજપે દિલ્હી ઓટો-ટેક્સી કલ્યાણ બોર્ડની રચના કરવાનો સંકલ્પ કર્યો છે. ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 10 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવશે. ભાજપે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે વચેટિયાઓને ખતમ કરી દીધા છે અને DBT દ્વારા જન કલ્યાણકારી યોજનાઓ લાગૂ કરી છે. મોદી સરકારની ભ્રષ્ટાચાર પ્રત્યેની નીતિ ઝીરો ટોલરન્સ છે. એકવાર અમારી સરકાર બની જશે, પછી અમે આરોગ્ય, ટ્રાફિક, વીજળી, પાણી અને પરિવહન વગેરે સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવીશું. અમે દિલ્હીના લોકોને વધુ સારી આજ અને વધુ સારી આવતીકાલ આપવાનો પ્રયાસ કરીશું.

ભાજપે કહ્યું કે ભાજપ જ્યાં પણ સત્તામાં રહી છે, ત્યાં જન કલ્યાણ તેમની પ્રાથમિકતા અને કેન્દ્રબિંદુ રહ્યું છે. કેન્દ્ર સરકારમાં પણ, રાજ્યોના સહયોગથી, અમે નાગરિકોની સમસ્યાઓનું ન માત્ર નિરાકરણ કર્યું છે, પરંતુ તેમને સુવિધાઓ પણ પૂરી પાડી છે.


ભાજપે મેનિફેસ્ટોમાં કઇ-કઇ જાહેરાતો કરી?

ભાજપે મેનિફેસ્ટોમાં કઇ-કઇ જાહેરાતો કરી?

દિલ્હીમાં જરૂરિયાતમંદોને KG થી PG સુધીનું મફત શિક્ષણ આપીશું.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયા આપવામાં આવશે

અમે AAPના તમામ કૌભાંડોની તપાસ કરાવીશું.

ITIમાં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે.

દિલ્હી ઓટો-ટેક્સી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવશે.

ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 10 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવશે.

5 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપવામાં આવશે.

અમે તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ આપીશું.

સસ્તો કાર વીમો પ્રદાન કરીશું

6 મહિનાની પેઇડ મેટરનિટી લીવ આપવામાં આવશે.

ઘરેલુ કામદારો માટે ઘરેલુ કામદાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવશે.

પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓની સંખ્યા બમણી કરીશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top