'બાબાના નિધન પર...', મનમોહન સિંહના સ્મારકની માગ વચ્ચે શર્મિષ્ઠા મુખર્જીએ આવું કેમ કહ્યું?

'બાબાના નિધન પર...', મનમોહન સિંહના સ્મારકની માગ વચ્ચે શર્મિષ્ઠા મુખર્જીએ આવું કેમ કહ્યું?

12/28/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'બાબાના નિધન પર...', મનમોહન સિંહના સ્મારકની માગ વચ્ચે શર્મિષ્ઠા મુખર્જીએ આવું કેમ કહ્યું?

Sharmistha Mukherjee: ડૉ. મનમોહન સિંહના નિધન પર આખા દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવાની માગ કરી છે, પરંતુ તેને લઇને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની ટીકા કરી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકારને પત્ર લખીને માગ કરી છે કે દિલ્હીમાં ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે જમીન ફાળવવામાં આવે. કોંગ્રેસનું કહેવું છે કે ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કારવાળી જગ્યા પર જ સ્મારક બનાવવું જોઇએ.


શર્મિષ્ઠા મુખર્જીએ આ માગને લઇને કોંગ્રેસની ટીકા કરી

શર્મિષ્ઠા મુખર્જીએ આ માગને લઇને કોંગ્રેસની ટીકા કરી

શર્મિષ્ઠા મુખર્જીએ આ માગને લઇને કોંગ્રેસની ટીકા કરી છે. શમિષ્ઠાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખીને દાવો કર્યો કે, જ્યારે વર્ષ 2020માં તેમના પિતા અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું હતું તો કોંગ્રેસના નેતૃત્વએ કાર્ય સમિતિ દ્વારા શોક સભા બોલાવવાની પણ તસ્દી લીધી નહોતી. શર્મિષ્ઠાએ કોંગ્રેસ નેતૃત્વ પર આ મુદ્દે તેમને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો છે.

શર્મિષ્ઠાના જણાવ્યા મુજબ, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેમને કહ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિઓના નિધન પર શોકસભા બોલાવવાની પાર્ટીની CWCની પરંપરા નથી. શર્મિષ્ઠા મુખર્જીએ પણ કોંગ્રેસના નેતાઓની આ દલીલને ખોટી ગણાવી હતી તેમને પોતાના પિતાના ડાયરીઓથી ખબર પડી કે અન્ય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર CWCની બેઠક બોલાવવામાં આવી હતી. એ દરમિયાન શોક સંદેશનો ડ્રાફ્ટ તેમના પિતા પ્રણવ મુખર્જીએ પોતે તૈયાર કર્યો હતો.


શર્મિષ્ઠા મુખર્જીએ ભાજપના સી.આર. કેસવનની એક પોસ્ટનો પણ સંદર્ભ આપ્યો

શર્મિષ્ઠા મુખર્જીએ ભાજપના સી.આર. કેસવનની એક પોસ્ટનો પણ સંદર્ભ આપ્યો

શર્મિષ્ઠા મુખર્જીએ ભાજપના સી.આર. કેસવનની એક પોસ્ટનો પણ સંદર્ભ આપ્યો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે કોંગ્રેસે અન્ય રાજનેતાઓની અવગણના કરી હતી. કારણ કે તેઓ ગાંધી પરિવારના સભ્ય નહોતા. આ મુદ્દા પર, વર્ષ 2004 થી વર્ષ 2009 સુધી ડૉ. સિંહના મીડિયા સલાહકાર અને ફાઇનાન્સિયલ એક્સપ્રેસના ભૂતપૂર્વ એડિટર-ઇન-ચીફ ડૉ. સંજય બારુ દ્વારા લખાયેલા પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'ના એક પ્રકરણનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.

જેમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારે વર્ષ 2004માં મૃત્યુ પામેલા પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ માટે દિલ્હીમાં ક્યારેય સ્મારક બનાવ્યું નહીં. પુસ્તકમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2004 થી 2014 સુધી સત્તામાં રહેવા છતા કોંગ્રેસે ક્યારેય શ્રી નરસિંહા રાવ માટે કોઇપણ સ્મારકનું નિર્માણ ન કરાવ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top