પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, DSPના હાથનું હાડકું તૂટ્યું, બોડીગાર્ડ ઇજાગ્રસ્ત

પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, DSPના હાથનું હાડકું તૂટ્યું, બોડીગાર્ડ ઇજાગ્રસ્ત

01/21/2025 National

SidhiKhabar

SidhiKhabar

પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, DSPના હાથનું હાડકું તૂટ્યું, બોડીગાર્ડ ઇજાગ્રસ્ત

Bathinda Clash: સોમવારે પંજાબના ભઠિંડા જિલ્લાના એક ગામમાં ખેતીની જમીનના સીમાંકન અને એકત્રીકરણને લઇને ખેડૂતોના એક જૂથની સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણ થઇ હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બંને પક્ષો વચ્ચે થયેલી આ અથડામણમાં, એક નાયબ પોલીસ અધિક્ષક (DSP) ના હાથનું હાડકું તૂટી ગયું હતું. આ ઘટનામાં DSPના બોડીગાર્ડને પણ ઇજા થઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે આ ઘર્ષણ, વિરોધ કરી રહેલા ખેડૂતોના ટ્રેક્ટર-ટ્રોલી કબજે કર્યા બાદ શરૂ થયું હતું.


ગામમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા

ગામમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા

ખેતીની જમીનના સીમાંકનની પ્રક્રિયા વિશે જાણ થતા, ભારતી કિસાન યુનિયન (એકતા ઉગ્રહણ)ના બેનર હેઠળ ખેડૂતો રામપુરાના ઝિઓંદ ગામમાં પહોંચ્યા અને અધિકારીઓને આમ કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રક્રિયા માટે ગામમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું જેમાં DSP રાહુલ ભારદ્વાજના હાથનું હાડકું તૂટી ગયું. ભારતીય કિસાન યુનિયન (એકતા ઉગ્રહણ)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ઝંડા સિંહ જેઠૂકેએ સરકાર પર કંપનીઓના હાથમાં રમવાનો અને તેમને ખેતીની જમીનની માલિકી સોંપવાની યોજના બનાવવાનો આરોપ લગાવ્યો.


સરકાર પર 'ખેડૂત વિરોધી' હોવાનો આરોપ

સરકાર પર 'ખેડૂત વિરોધી' હોવાનો આરોપ

જેઠૂકેએ કહ્યું કે જો વહીવટીતંત્ર જમીનનું એકીકરણ કરવાનો પ્રયાસ કરશે, તો તેઓ તેને મંજૂરી આપશે નહીં અને સરકાર સામે વિરોધ કરશે. તેમણે કહ્યું કે, 'અમને આ અંગે માહિતી મળતા જ ખેડૂતોને ઘટનાસ્થળે પહોંચવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.' વિરોધ કરી રહેલા ખેડૂતોના ટ્રેક્ટર-ટ્રોલી જપ્ત કર્યા બાદ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ શરૂ થયું. જેઠૂકેએ સરકાર પર 'ખેડૂત વિરોધી' હોવાનો આરોપ લગાવ્યો. SSP અમનીત કોંડલે જણાવ્યું હતું કે ખેડૂતો સામે ફરજ પરના અધિકારી પર હુમલો કરવા અને મહેસૂલ અધિકારીઓને તેમની ફરજો બજાવવામાં અવરોધ ઉભો કરવા બદલ કેસ નોંધવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top