બીજી દીકરીનો જન્મ થતા પતિ અને તેની બહેને મહિલાને ઝેરી દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો
દેશમાં પહેલાના જમાનામાં દીકરી જન્મતાની સાથે જ દૂધ પીતી કરવાનો રીવાજ હતો. જો કે, હવે સમય બદલાયો છે સંજોગો બદલાયા છે જેથી દીકરીના જન્મ સમયે તેને દૂધ પીતી કરવાનો રીવાજ દુર કરી દેવાયો છે, એમ કરવું એ કાયદેસર ગુનો બને છે, પરંતુ કેટલાક લોકોની માનસિકતા હજુ પણ એ સમય જેવી છે, જેમાં દીકરીને પોતાના પર ભારરૂપ ગણવામાં આવે છે. આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના ઉમરવાડા ગામમાં એક મહિલાએ પોતાના કુખે બીજી દીકરીને જન્મ આપ્યો હતો, ત્યારબાદ પતિ તેની સાથે વારંવાર ઝઘડા કરવા લાગ્યો હતો. એક દિવસે તો પતિએ હદ જ કરી નાખી.
આ મામલે પીડિતા મહિલાની નાનંદે પણ પતિનો સાથ આપ્યો. એ દિવસે પતિએ ઝઘડો કરતા-કરતા પત્નીનું મોઢું દબાવ્યું અને નણંદે ઉંદર મારવાની દવા પરિણીતાને પીવાડી દીધી હતી. આ ઘટનાને લઈને પતિ અને નણંદ સામે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એ બંનેની ધરપકડ કરી લીધી છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં પતિ સાથે રહેતી પરિણીતા તસ્લીમાના લગ્ન 3 વર્ષ અગાઉ આકિબ યુસુફ અન્સારી નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરણીતાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે ફરીથી ગર્ભવતી થતા બીજી દીકરીનો જન્મ થયો હતો. દીકરીનો જન્મ થયો હોવાની વાત આકીબ અને તેના પરિવારના સભ્યોને પસંદ નહોતી. આકીબ અને તેની પત્ની વચ્ચે આ વાતને કારણેવારંવાર ઝઘડાઓ પણ થતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp