કોલકાતાના 'રાક્ષસ'ને આજીવન કેદની સજા, સાથે જ આટલા રૂપિયાનો દંડ પણ ફટકારાયો

કોલકાતાના 'રાક્ષસ'ને આજીવન કેદની સજા, સાથે જ આટલા રૂપિયાનો દંડ પણ ફટકારાયો

01/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

કોલકાતાના 'રાક્ષસ'ને આજીવન કેદની સજા, સાથે જ આટલા રૂપિયાનો દંડ પણ ફટકારાયો

પશ્ચિમ બંગાળની સિયાલદાહ કોર્ટે આરજી કર બળાત્કાર-હત્યા કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પીડિતાના પિતાએ ગુનેગારને મહત્તમ સજાની માગ કરી હતી. ન્યાયાધીશે 18 જાન્યુઆરીએ સ્પષ્ટ કરી દીધું હતું કે આ કેસમાં મહત્તમ સજા "મૃત્યુદંડ" હોઇ શકે છે, જ્યારે લઘુત્તમ સજા આજીવન કેદ હોઇ શકે છે. સોમવારે બળાત્કાર અને હત્યાના ગુનાઓ માટે રોય વિરુદ્વ સજા સંભળાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ પુરાવા સાથે કથિત છેડછાડ અને ફેરફાર અંગે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસ ચાલુ રહેશે.


CBIના વકીલે આ દલીલ આપી હતી

CBIના વકીલે આ દલીલ આપી હતી

સુનાવણી દરમિયાન, CBIના વકીલે કહ્યું કે અમે પુરાવા રજૂ કર્યા છે. અમે કાયદા મુજબ કામ કર્યું છે. પીડિતા 36 કલાક સુધી ફરજ પર હતી, કાર્યસ્થળ પર તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. તે એક તેજસ્વી વિદ્યાર્થિની હતી. પીડિતાના પરિવારના વકીલે કહ્યું કે, "પુરાવા તે રાત્રે બનેલી ઘટના વિશે બધું સ્પષ્ટ કરે છે." અનેક દલીલો બાદ પણ આરોપીની નિર્દોષતા સાબિત થઇ નહીં.


સેમિનાર હૉલમાંથી મૃતદેહ મળી આવ્યો

સેમિનાર હૉલમાંથી મૃતદેહ મળી આવ્યો

ગયા વર્ષે 9 ઑગસ્ટના રોજ સવારે આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના કેમ્પસના સેમિનાર હોલમાંથી તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની શરૂઆતમાં કોલકાતા પોલીસની એક વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેણે રોયની ધરપકડ કરી હતી. જોકે, CBIએ ગુનાની તારીખના 5 દિવસ બાદ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ શહેર પોલીસે રોયને કેન્દ્રીય એજન્સીના અધિકારીઓને સોંપી દીધો હતો. આ કેસમાં સુનાવણી પ્રક્રિયા ગયા વર્ષે 11 નવેમ્બરે શરૂ થઇ હતી.

આ કેસમાં ટ્રાયલ શરૂ થયાના 59 દિવસ બાદ ચૂકાદો જાહેર કરવામાં આવ્યો. ગુનાની તારીખથી 162 દિવસ બાદ દોષિત ઠેરવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ. ચૂકાદા પહેલા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, "અમે તપાસમાં સહકાર આપ્યો છે. અમે ન્યાયની માગણી કરી હતી પરંતુ ન્યાયતંત્રને તેનું કામ કરવું પડ્યું તેથી તેમાં આટલો સમય લાગ્યો, પરંતુ અમે હંમેશાં ઇચ્છતા હતા કે પીડિતાને ન્યાય મળે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top