કોણ છે હિમાની મોર, જેને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ બનાવી જીવન સંગિની

કોણ છે હિમાની મોર, જેને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ બનાવી જીવન સંગિની

01/20/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

કોણ છે હિમાની મોર, જેને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ બનાવી જીવન સંગિની

Who is Himani Mor: ભારતના 2 વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે સોનીપતની પૂર્વ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કરી લીધા છે. તેણે પોતાના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. જોકે, તેણે લગ્ન કરીને તેના બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા, કારણ કે કોઈને આ લગ્ન વિશે કોઈ ખ્યાલ નહોતો. 27 વર્ષીય નીરજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના લગ્નની જાહેરાત કરી. નીરજે લગ્ન સમારોહની તસવીરો સાથે એક પોસ્ટમાં લખ્યું કે, 'મેં પોતાના પરિવાર સાથે મારા જીવનનો એક નવો અધ્યાયની શરૂઆત કરી. અમને આ ક્ષણ સુધી પહોંચાડનારા દરેક આશીર્વાદ માટે આભારી છું. પ્રેમથી બંધાયા, હંમેશાં ખુશ રહો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર દ્વારા નીરજના લગ્નનો કાર્યક્રમ ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ માટે હિમાચલ પ્રદેશ પસંદ કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં બંને પરિવારોમાંથી ફક્ત 40-50 લોકો જ હાજર રહ્યા હતા. દૂરસ્થ સ્થળ પસંદ કરવાનું અને લગ્નમાં ફક્ત થોડા જ લોકો હાજર રહેવાનું કારણ એ હતું કે બંને પરિવારો આ કાર્યક્રમને ખૂબ જ ખાનગી રાખવા માગતા હતા.


કોણ છે હિમાની મોર?

કોણ છે હિમાની મોર?

ઘણા લોકો માટે આ સમાચાર આઘાતજનક હતા કારણ કે તેમને તેની અપેક્ષા નહોતી. આ જ કારણ છે કે ચાહકો હવે તેની પત્ની વિશે જાણવા માટે ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે હિમાની એક ટેનિસ ખેલાડી રહી છે અને તેણે લુઇસિયાનાના હેમન્ડ સ્થિત સાઉથઇસ્ટર્ન લુઇસિયાના યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેમણે ફ્રેન્કલિન પિયર્સ યુનિવર્સિટીમાં થોડા સમય માટે સહાયક ટેનિસ કોચ તરીકે પણ સેવા આપી, જેને કારણે તેને રમતમાં રસ જાગ્યો.

તે હાલમાં મેકકોર્મેક ઇસેનબર્ગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. હિમાની મૂળ હરિયાણાના લારસૌલીની છે પરંતુ તેણે સોનીપતની લિટલ એન્જલ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો જ્યાં ભારતીય ટેનિસ સ્ટાર સુમિત નાગલે અભ્યાસ કર્યો હતો. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)ની વેબસાઇટ અનુસાર, 2018માં હિમાનીનું શ્રેષ્ઠ રાષ્ટ્રીય રેન્કિંગ સિંગલ્સમાં 42 અને ડબલ્સમાં 27 હતું.


નીરજ અને હિમાની બંનેમાંથી કોણ વધારે અમીર?

નીરજ અને હિમાની બંનેમાંથી કોણ વધારે અમીર?

નીરજ ચોપડાએ જેવલીન થ્રોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યું છે. ત્યારબાદ નીરજને ઘણી જાહેરાત મળી ગઈ છે. તેનાથી તેની સારી એવી કમાણી થાય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, નીરજ ચોપડાની વાર્ષિક કમાણી લગભગ 4 કરોડ રૂપિયા છે. તે દર મહિને 30 લાખ રૂપિયાની કમાણી કરે છે. રિપોર્ટ્સ મુજબ નીરજનું અંદાજીત નેટવર્થ લગભગ 37 કરોડ રૂપિયા છે. તેમની પાસે શાનદાર બંગલો છે. તે પણ ખૂબ મોંઘો છે. નીરજ પાસે મોંઘી કાર પણ છે. જો તેની કમાણીના માધ્યમથી વાત કરીએ તો ઇનામી રકમ સાથે-સાથે ઘણી કંપનીઓ સાથે ડીલ થઇ છે. તે જાહેરાતથી સારી કમાણી કરે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ તેની પત્ની હિમાની મોર પાસે 1-2 કરોડ રૂપિયા છે. તે કોચ તરીકે કામ કરીને કમાણી કરે છે. શરૂઆતમાં તેણે અંતરરાષ્ટ્રીય સ્તર પર ટેનિસ રમીને પૈસાની કમાણી કરી. બંનેમાંથી સૌથી વધુ અમીર નીરજ ચોપડા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top