મહાકુંભ મેળામાં સાસુ ખોવાઇ જતા ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી વહુ, લોકો બોલ્યા- આજે પણ આવી વહુઓ છે? જુઓ વીડિયો
મહાકુંભ મેળામાં વિવિધ રંગો જોવા મળી રહ્યા છે અને તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમે મહાકુંભ મેળામાં પ્રિયજનોના ખોવાઈ જવાની ઘણી કહાનીઓ સાંભળી કે જોઈ હશે, પરંતુ અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે તમારા હૃદયને સ્પર્શી જશે. આ કહેનીમાં, એક પુત્રવધૂનો તેની સાસુ પ્રત્યેનો અપાર પ્રેમ જોવા મળે છે. આ ભાવુક વીડિયોમાં એક મહિલા રડતી જોવા મળે છે. જ્યારે ત્યાં હાજર લોકો આ મહિલાને તેના રડવાનું કારણ પૂછે છે, ત્યારે તે કહે છે કે તેની સાસુ આ મેળામાં ખોવાઈ ગઈ છે. આ કહેતી વખતે તે ખૂબ રડી રહી છે. આના પર, લોકો તેને સાંત્વના આપે છે અને કહે છે, ચિંતા ના કરો, તમને તમારી સાસુ મળી જશે. કેટલાક લોકો તેને સમજાવે છે કે જો તે ખોવાયેલા અને મળેલા કેન્દ્રમાં જશે, તો તેને ત્યાં સંપૂર્ણ મદદ મળશે અને તે તેની સાસુને શોધી શકશે.
વીડિયોમાં મહિલા કહી રહી છે કે તે પોતાની સાસુ અને એક અન્ય મહિલા સાથે મહાકુંભ મેળામાં આવી હતી, પરંતુ તેની સાસુ અહીં ખોવાઈ ગઈ છે. તે કહી રહી છે કે તેઓ ત્રણ લોકો હતા, પરંતુ સાસુ ક્યાં જતી રહી તેની ખબર નથી. તેણે પ્રશાસન પાસે મદદ માગી છે, પરંતુ અત્યાર સુધી સાસુ મળી નથી. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે મહિલા પોતાની સાસુ ખોવાઈ જવાના કારણે ખૂબ પરેશાન છે. તે રડી રહી છે અને પોતાની સાસુને શોધવાના તમામ પ્રયાસ કરી રહી છે. મહિલા સાથેની એક મહિલા કહે છે કે સાસુ જે ખોવાઈ ગઈ છે તેની પાસે ફોન તો છે, પરંતુ તે બેટરી લો થઇ જવાને કારણે સ્વીચ ઓફ થઇ ગયો છે. તેની સાથે ફોન પર પણ સંપર્ક થઇ શકતો નથી. બીજી તરફ લોકો મહિલાનું મનોબળ વધારી રહ્યા છે કે તેની સાસુ મળી જશે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકોને સુખદ આશ્ચર્ય થઇ રહ્યું છે. એવા સમયમાં જ્યારે સાસુ-વહુના ઝગડા સામાન્ય થઇ ગયા છે, એ સમયે સાસુ માટે વહુને આમ પરેશાન થતી જોઈને યુઝર્સ હેરાન છે અને તેઓ વહુની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ સાસુને ભાગ્યશાળી બતાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'જૂના જમાનાની વહુ છે એટલે આટલો પ્રેમ છે આજકાલની રીલવાળી છે તેમને સાસુ પણ નથી જોઈતી માત્ર છોકરો જોઈએ છે. એક અન્ય યુઝરે લખ્યું કે, આ પરિવારનું સમાજમાં કેટલું મહત્ત્વ છે તે આ મહિલાનું રડાવી સાબિત કરે છે. અન્ય એક યુઝર કહે છે કે સાસુ કુંભમાં ખોવાઇ ગઇ છે અને વહુ રડી રહી છે, આજકાલ પણ આવી વહુઓ છે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp