UCCને મળી ગઇ મંજૂરી, આ રાજ્યની કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, ટૂંક લાગૂ થશે
Uttarakhand Cabinet Approves UCC Manual: સોમવારે સવારે યોજાયેલી બેઠકમાં ઉત્તરાખંડ કેબિનેટે UCC નિયમોને મંજૂરી આપી દીધી છે. આનો અર્થ એ થયો કે રાજ્યમાં ટૂંક સમયમાં UCC લાગૂ કરવામાં આવશે. મુખ્યમત્રી ધામીએ સંકેત આપ્યો છે કે સરકાર આ મહિને UCCને સૂચિત કરશે. સૂત્રો કહે છે કે 26 જાન્યુઆરીએ તેનો અમલ થઇ શકે છે કારણ કે તે દિવસે પ્રજાસત્તાક દિવસ છે. જોકે, UCCની સૂચનાની તારીખ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી નથી. આ દરમિયાન, સંબંધિત સરકારી વિભાગો મંગળવારે રાજ્યભરમાં UCC પોર્ટલની મોક ડ્રિલ કરશે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં UCC પોર્ટલ સંભાળતા સરકારી અધિકારીઓને તાલીમ આપવામાં આવ્યા બાદ આ વાત સામે આવી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી 'યુનિફોર્મ સિવિલ કોડ' એટલે કે UCC લાગૂ કરવામાં આવશે. આ માટેની લગભગ બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જો આવું થશે, તો ઉત્તરાખંડ સ્વતંત્રતા બાદ 'સમાન નાગરિક સંહિતા' લાગૂ કરનાર રાજ્ય બની જશે. વાસ્તવમાં, સમાન નાગરિક સંહિતા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા ક્ષેત્રોને આવરી લે છે. UCC એ બધા લોકો માટે સમાન કાયદો છે, પછી ભલે તેમનો ધર્મ, જાતિ કે સંપ્રદાય કોઇ પણ હોય. 2015માં સુપ્રીમ કોર્ટમાં UCCના અમલીકરણ માટે પહેલી વાર અરજી દાખલ કરનાર વકીલ અશ્વિની ઉપાધ્યાય કહે છે કે તેમનો ધર્મ સાથે કોઇ સંબંધ નથી. UCCના અમલીકરણ સાથે કયા નિયમ કાયદા બદલાશે અને કોને કયા અધિકારો મળશે તે જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે.
લગ્નની નોંધણી ફરજિયાત છે. ગ્રામસભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે.
જાતિ, ધર્મ કે સંપ્રદાય ગમે તે હોય, છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે. હાલમાં, દેશના દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરે છે.
પૉલીગેમી અથવા બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. છોકરીઓની લગ્નની ઉંમર, ભલે તેમની જાતિ કે ધર્મ કોઇ પણ હોય, સમાન એટલે કે 18 વર્ષ રહેશે.
બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઇ શકાશે નહીં.
હલાલા અને ઇદ્દતની પ્રથાઓ બંધ કરવામાં આવશે. છોકરીઓને છોકરાઓ જેટલા જ વારસામાં હિસ્સો મળશે.
લિવ ઇન રિલેશનશિપ રજીસ્ટર કરાવવી જરૂરી છે. આધાર કાર્ડ ફરજિયાત રહેશે. 18 થી 21 વર્ષની વયના યુગલોએ તેમના માતા-પિતાનો સંમતિ પત્ર સબમિટ કરવાનો રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp