IPL 2025ની તારીખ જાહેર થઇ ગઈ, આ દિવસે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ શરૂ થશે
IPL 2025 Start Date: આ દિવસોમાં ફેન્સના મનમાં પર IPL 2025 અને મેગા ઓક્શનના જ નામ છે. આ દરમિયાન, અગામી વર્ષે યોજાનારી આ લીગની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. અગામી વર્ષે આ ટૂર્નામેન્ટ 14 માર્ચથી 25 મે સુધી રમાશે. માત્ર આગામી વર્ષ જ નહીં, પરંતુ 2026 અને 2027ની સીઝનની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2026માં IPL, 15 માર્ચથી શરૂ થશે, અને ફાઈનલ 31 મેના રોજ રમાશે. એ સિવાય વર્ષ 2027માં આ લીગ 14 માર્ચથી શરૂ થશે અને 30 મે સુધી ચાલશે.
2025ની સીઝનમાં પણ છેલ્લી 3 સીઝનની જેમ 74 મેચો રમાશે. મોટાભાગના પૂર્ણ સભ્ય દેશોના વિદેશી ખેલાડીઓને તેમના બોર્ડ તરફથી આગામી 3 સીઝન માટે IPLમાં રમવાની પરવાનગી મળી છે. તેમાં પાકિસ્તાન સામેલ નથી, જેના ખેલાડીઓને 2008થી IPLમાં રમવાની તક મળી નથી.
Just in! The 2025 IPL will be played from March 14 to May 25. #IPL2025 Photo: X pic.twitter.com/SpdIdNyVWC — RevSportz Global (@RevSportzGlobal) November 22, 2024
Just in! The 2025 IPL will be played from March 14 to May 25. #IPL2025 Photo: X pic.twitter.com/SpdIdNyVWC
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખેલાડીઓને IPL 2025માં રમવાની મંજૂરી આપી દીધી છે. જો કે, 2026માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનમાં 3 મેચની વનડે શ્રેણી રમવાની છે, જેની બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખુલાસો કર્યો છે કે તે 18 માર્ચ અગાઉ સમાપ્ત થઇ જશે.
પાકિસ્તાન સામેની શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ IPL 2026માં સામેલ થઇ જશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ 18 સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનારા ખેલાડીઓની યાદી પણ સબમિટ કરી છે, જેઓ આગામી 3 સીઝન માટે ઉપલબ્ધ રહેશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓ પણ આગામી 3 સીઝન માટે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ રહેશે.
અગામી વર્ષની IPL 2025 અગાઉ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શન યોજાશે. તેમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓનું ભાવિ દાવ પર છે. આ મેગા ઓક્શનમાં કુલ 574 ખેલાડીઓ ભાગ લેશે. 574 ખેલાડીઓમાંથી 366 ભારતીય અને 208 વિદેશી છે, જેમાં સહયોગી દેશોના 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp