સુરત: ઉત્તરાયણ અગાઉ ચાઈનીસ દોરીથી યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ આવવાની હજુ દોઢેક મહિના બાકી છે. પરંતુ પતંગ ચગાવવાના ઉત્સુકો એ અગાઉ જ પતંગ ચગાવવાની મજા માણવા લાગતા હોય છે. સરકાર દ્વારા ચાઈનીસ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, છતાં ન જાણે એ ક્યાંથી આવી જાય છે. એટલું જ નહીં દર વર્ષે ચાઈનીસ દોરી લોકોના ભોગ પણ લે છે. સુરતથી અત્યારે એવા જ સમાચાર મળી રહ્યા છે, જ્યાં પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાઈ ગયું.
અ ઘટના અમરોલી-સાયણ વિસ્તારની છે, જ્યાં રોડ પર ઓવર બ્રિજ ઉપરથી બાઈક લઈને પસાર થતા યુવકના ગળે ચાઈનીઝ દોરો આવી જતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલની ICUમાં ખસેડવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત થનારા યુવકની ઓળખ સમર્થ અરવિંદ નાવડિયા તરીકે થઇ છે. તે ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તે 18 નવેમ્બરે સાંજે 5 વાગ્યાના ગાળામાં બાઇક ઉપર મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યો હતો. ત્યારે અમરોલી-સાયણ સ્થિત ઓવર બ્રિજ ઉપરથી પસાર થતી વખતે દોરી આવી જતા તેનું ગળું કપાઈ ગયું હતું. પોલીસે લોહીથી લથબથ હાલતમાં સમર્થને નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. ડૉકેટરે સારવાર આપીને સમર્થને નવજીવન આપ્યું હતું અને તે હાલમાં ICUમાં સારવારમાં છે. ડૉક્ટરે પોલીસને જણાવ્યું હતું કે તેને સમયસર સારવાર ન મળી હોત તો સમર્થને બચાવવું અશક્ય હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp