મસ્કને ટ્રમ્પ સાથે મિત્રતા મોંઘી પડી રહી છે! નેટવર્થ ડાઉન, 3 મહિનામાં ટેસ્લાના શેર અધધ આટલા ટકા

મસ્કને ટ્રમ્પ સાથે મિત્રતા મોંઘી પડી રહી છે! નેટવર્થ ડાઉન, 3 મહિનામાં ટેસ્લાના શેર અધધ આટલા ટકા ઘટ્યા

03/12/2025 Business

SidhiKhabar

SidhiKhabar

મસ્કને ટ્રમ્પ સાથે મિત્રતા મોંઘી પડી રહી છે! નેટવર્થ ડાઉન, 3 મહિનામાં ટેસ્લાના શેર અધધ આટલા ટકા

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો મસ્કની સંપત્તિમાં આ રીતે ઘટાડો થતો રહ્યો તો તે ટૂંક સમયમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ ગુમાવી શકે છે. અમેરિકાની રાષટ્રપતિ પદની ચૂંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એલોન મસ્કના નેટવર્થમાં અસામાન્ય વધારો થયો હતો. પરંતુ થોડા સમય બાદ સંપત્તિમાં ઘટાડો પણ થવા લાગ્યો. 3 મહિના અગાઉ, એલોન મસ્કનું નેટવર્થ 486 બિલિયન ડૉલર સુધી પહોંચી હતી. હવે મસ્કનું નેટવર્થ ઘટીને 307 બિલિયન ડૉલર થઈ ગયું છે. આ રીતે, ટ્રમ્પની સંપત્તિમાં માત્ર 3 મહિનામાં 179 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. ટ્રમ્પના વિરોધીઓ ટેસ્લાનો બહિષ્કાર કરી રહ્યા છે, જેના કારણે ટેસ્લાના વેચાણમાં ભારે ઘટાડો થયો છે.


2025માં 126 અબજ ડોલરનું નુકસાન

2025માં 126 અબજ ડોલરનું નુકસાન

આ વર્ષે અત્યાર સુધીમાં, એલોન મસ્કના નેટવર્થમાં 126 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્કની કુલ સંપત્તિ હાલમાં 307 બિલિયન ડૉલર છે. તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. એમેઝોનના જેફ બેઝોસ એલોન મસ્ક બાદ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ હાલમાં 218 બિલિયન ડૉલર છે. બેઝોસના નેટવર્થમાં પણ આ વર્ષે અત્યાર સુધીમાં 21.2 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે.


મસ્કની સંપત્તિ કેમ ઘટી રહી છે?

મસ્કની સંપત્તિ કેમ ઘટી રહી છે?

મસ્કની નેટવર્થનો સૌથી મોટો હિસ્સો ટેસ્લાનો છે. ટેસ્લા અત્યારે ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહી છે. ટેસ્લાના શેર સોમવારે 15% ઘટ્યા હતા. છેલ્લા 3 મહિનામાં ટેસ્લાના શેર 50% થી વધુ ઘટ્યા છે. આ શેર 479 ડૉલરથી ઘટીને 231 ડૉલર પર આવી ગયા છે. ટેસ્લાનું માર્કેટ કેપ ઘટવાને કારણે મસ્કની સંપત્તિ પણ ઘટી રહી છે.


ટેસ્લા કેમ વેચાઇ રહી નથી?

ટેસ્લા કેમ વેચાઇ રહી નથી?

છેલ્લા કેટલાક મહિનામાં ટેસ્લાના વેચાણમાં મોટો ઘટાડો આવ્યો છે. યુરોપમાં ટેસ્લાના વેચાણમાં 45 ટકાનો ઘટાડો થયો છે. જર્મનીમાં ટેસ્લાનું વેચાણ 76 ટકા ઘટ્યું છે. ચીનમાં ટેસ્લાના વેચાણમાં પણ 11.5 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં BYD ચીનની સૌથી મોટી કાર કંપની છે. BYD સહિતની ચીની કંપનીઓ સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે. જેના કારણે ટેસ્લાને માર પડી રહ્યો છે. બીજી તરફ ટ્રમ્પ અને મસ્ક એક સાથે આવતા ટ્રમ્પના વિરોધીઓએ ટેસ્લાનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. ઘણી જગ્યાએ મસ્કનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top