આ 3 રાશિના જાતકોને જૂના રોગો ફરી ઉંચકશે માથું, તો આ રાશિના જાતકોને ખર્ચો થઈ શકે; જાણો આજનું રાશ

આ 3 રાશિના જાતકોને જૂના રોગો ફરી ઉંચકશે માથું, તો આ રાશિના જાતકોને ખર્ચો થઈ શકે; જાણો આજનું રાશિફળ

06/18/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આ 3 રાશિના જાતકોને જૂના રોગો ફરી ઉંચકશે માથું, તો આ રાશિના જાતકોને ખર્ચો થઈ શકે; જાણો આજનું રાશ

તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, દૈનિક રાશિફળમાં જાણો. કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? દૈનિક રાશિફળમાં જાણો.


મેષ

મેષ

તમારા ઘરે કોઇ મહેમાન આવી શકે છે. ખર્ચ થઇ શકે છે. આજે કોઇ સારા સમાચાર મળી શકે છે. બિઝનેસ સારો ચાલશે. નોકરીમાં પણ સંતોષનો અનુભવ થશે. તમે કરેલું રોકાણ શુભ સાબિત થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. વિરોધ પણ થઇ શકે છે. વિવાદથી પરેશાન રહેશો, તેથી તેનાથી બચવું વધુ સારું રહેશે. કોઈ જૂનો રોગ ફરી માથું ઉંચકી શકે છે. પરિવાર અંગે ચિંતા રહેશે. કોઈ ઉતાવળ ન કરવી. લકી નંબર: 2, લકી કલર: લાલ


વૃષભ

વૃષભ

આજે તમારા દુશ્મનો સક્રિય રહેશે. શારીરિક પીડા થઇ શકે છે. આજે બીજાના કામમાં હસ્તક્ષેપ ન કરવાનું ટાળો. બિઝનેસ ટ્રિપ્સ સફળ થશે. અચાનક કોઇ લાભ થઈ શકે છે. બિઝનેસમાં લાભ થશે. રોકાણમાંથી ઇચ્છિત લાભ થશે. આજે તમે પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુ વગેરેમાં સફળ થઈ શકો છો. ભાગ્ય તમારો સાથ આપશે. ખુશીઓ છવાયેલી રહેશે. લકી નંબર: 4, લકી કલર: પીળો


મિથુન

મિથુન

તમારે કોઇ અણધાર્યા ખર્ચ થશે. વાણીમાં ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો, નહીં તો વાત વધી શકે છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તણાવ અનુભવશો. કોઈ જૂનો રોગ ફરી માથું ઉંચકી શકે છે. નાણાકિય લેવડ-દેવડમાં સાવધાની રાખો. કોઈની વાતોથી પ્રભાવિત ન થશો. મહત્વપૂર્ણ નિર્ણયો સમજી વિચારીને લેવાથી લાભ થશે. લકી નંબર: 17, લકી કલર: લીલો


કર્ક

કર્ક

આર્થિક નુકસાન થઈ શકે છે, તેથી સાવચેતી રાખો. કોઇ વ્યક્તિના વર્તનથી સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. આજે તમારે ​​વિવાદોથી દૂર રહેવું જોઈએ. શત્રુઓ શાંત રહેશે. બાકી રકમ મેળવવાના પ્રયાસો સફળ થશે. યાત્રા લાભદાયી રહેશે. બિઝનેસ તમારી ઈચ્છા મુજબ ચાલશે. નોકરીમાં શાંતિ રહેશે. લકી નંબર: 11, લકી કલર: સ્કાય બ્લૂ


સિંહ

સિંહ

તણાવ, ચિંતા અને એન્ઝાયટી વધી શકે છે. તમારા શત્રુઓને હરાવી શકશો. પૈસા મેળવવા સરળ બનશે. કોઇ નવો પ્લાન બની શકે છે. તાત્કાલિક કોઇ લાભ નહીં મળે. કામકાજમાં સુધારો જોવા મળશે. આજે સોશ્યલ વર્ક કરવાનું મન થઈ શકે છે. માન-સન્માન મળશે. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાંથી ઇચ્છિત નફો થશે. લકી નંબર: 16, લકી કલર: બ્રાઉન


કન્યા

કન્યા

તમારી સામે કેટલીક નવી વસ્તુઓ આવી છે. તમારા માર્ગમાં આવનારા પડકારોનો સામનો કરવા તૈયાર રહો. પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. વધુ પ્રયત્નો કરવા પડશે અને તેનાથી તમારી પ્રગતિ માટે મજબૂત પાયો બનશે. આ દરમિયાન પોતાને ફ્રેશ અને ખુશ રાખવાનું ભૂલશો નહીં. આજે તમે આળસ અનુભવશો પરંતુ સ્વાભાવિક છે કારણ કે તમે છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ સ્પીડમાં કામ કરી રહ્યા છો. લકી નંબર: 6, લકી કલર: ગુલાબી


તુલા

તુલા

પૂજામાં રસ વધશે. આજે કોઈ ઋષિ કે સંતના આશીર્વાદ મળી શકે છે. કોર્ટ-કચેરીનું કામ તમારી ઈચ્છા મુજબ થઈ શકે છે. બિઝનેસમાં લાભ થશે. નોકરીમાં પ્રભાવમાં વધારો થશે. સબઓર્ડિનેટ્સનો સહયોગ મળશે. અટકેલા કામ પૂરા થશે. બેદરકારી દાખવવાનું ટાળો. લકી નંબર: 7, લકી કલર: ડાર્ક ગ્રીન


વૃશ્ચિક

વૃશ્ચિક

જૂના રોગો ફરી માથું ઉંચકી શકે છે. કોઇ દુખદ સમાચાર મળી શકે છે. બિનજરૂરી દોડધામ થશે. કોઈના વર્તનથી તમે દુખી રહેશો. તમે નક્કી કરેલા કામમાં વિલંબ થશે. વધુ પ્રયત્નો કરવા પડશે. કોઈ ખાસ વ્યક્તિ તમારાથી નારાજ થઇ શકે છે. બિઝનેસ સારો ચાલશે. લકી નંબર: 3, લકી કલર: વાદળી


ધન

ધન

આજે કાયદાકીય અવરોધો દૂર થશે અને લાભદાયક સ્થિતિ બનશે. થાક અને નબળાઈ અનુભવી શકો છો. તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. બિઝનેસમાં લાભ થશે. રોકાણ કરવામાં ઉતાવળ ન કરવી. નોકરીમાં શાંતિ જળવાશે. પૈસા મેળવવામાં સરળતા રહેશે. મિત્રો તરફથી સહયોગ મળશે. આજે કામ સમયસર પૂર્ણ થઈ શકે છે. લકી નંબર: 11, લકી કલર: કાળો


મકર

મકર

ઉતાવળ કરવાનું ટાળો. કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. શરીરને આરામ મળી શકે છે. કોઇ પણ લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. જમીન મકાન ખરીદ-વેચાણનું પ્લાનિંગ થશે. નોકરીમાં તમારો પ્રભાવ વધશે. આવકમાં વધારો થશે. રોજગાર મેળવવાના પ્રયાસો સફળ થશે. બેદરકાર ન બનો. લકી નંબર: 9, લકી કલર: નેવી બ્લુ


કુંભ

કુંભ

તમારો પ્રવાસ મનોરંજક રહેશે. તમને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. બિઝનેસમાં ગ્રોથની શક્યતાઓ છે. વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. પૈસા મેળવવામાં સરળતા રહેશે. તમને સમયસર મિત્રોનો સહયોગ મળશે. અટકેલા કામને ગતિ મળશે. સુખ શાંતિ રહેશે. જોખમ લેવાથી બચો. લકી નંબર: 18, લકી કલર: ઓરેન્જ


મીન

મીન

તમારી બિઝનેસ ટ્રીપ સફળ રહેશે. બેચેની અનુભવી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. આર્થિક લાભની તકો મળશે. સામાજિક કાર્યોમાં રસ વધશે. માન-સન્માન મળશે. રોકાણ લાભદાયક રહેશે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકો છો. પાર્ટનર્સ તરફથી સહયોગ મળશે. તમારા કામ સફળ થશે. ઘરમાં અને બહાર ખુશીઓ રહેશે. લકી નંબર: 12, લકી કલર: સફેદ

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top