SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, MCLR કર્યો વધારો, આટલી વધશે EMI

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, MCLR કર્યો વધારો, આટલી વધશે EMI

08/16/2024 Business

SidhiKhabar

SidhiKhabar

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, MCLR કર્યો વધારો, આટલી વધશે EMI

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 15 ઑગસ્ટ (સ્વતંત્રતા દિવસ)ના રોજ કરોડો ગ્રાહકોને ઝટકો આપતા તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેન્કે વિવિધ અવધિના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. નવા દરો ગુરુવાર, 15 ઓગસ્ટ 2024થી અમલમાં આવી ગયા છે. તમને જણાવી દઈએ કે માર્જિનલ કોસ્ટ ઓફ લેંન્ડિગ રેટ્સ એ એવા દરો છે જેનાથી નીચે હોવા પર બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. MCLR વધારવાના નિર્ણય બાદ ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી અનેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે.


બેંકના નવા MCLR વિશે જાણો

બેંકના નવા MCLR વિશે જાણો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રાતોરાત માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને તે 8.10 ટકાથી વધીને 8.20 ટકા પર પહોંચી ગયો છે. તો એક મહિનાનો MCLR 8.35 ટકાથી વધીને 8.45 ટકા સુધી પહોંચી ગયો છે. 3 મહિનાનો MCLR 8.40 ટકાથી વધીને 8.50 ટકા પર પહોંચી ગયો છે. 6 મહિનાનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને એક વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા પર પહોંચી ગયો છે. 2 વર્ષનો MCLR 8.95 ટકાથી વધીને 9.05 ટકા અને 3 વર્ષનો MCLR 9.00 ટકાથી વધીને 9.10 ટકા થયો છે.


જૂન 2024 બાદ ત્રણ વખત વધ્યો MCLR

સસ્તી લોનની અપેક્ષા રાખતા કરોડો ગ્રાહકોને SBI સતત ઝટકા આપી રહી છે. બેન્કે જૂન 2024 થી લઇને અત્યાર સુધી કુલ ત્રણ વખત તેના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. છેલ્લા 3 મહિનામાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકની તાજેતરમાં મળેલી રિઝર્વ બેંકની MPC બેઠકમાં સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.


આ બેંકોએ પણ MCLR કર્યો વધાર્યો છે

આ બેંકોએ પણ MCLR કર્યો વધાર્યો છે

SBI સિવાય કેનેરા બેંક, યુકો બેંક અને બેંક ઓફ બરોડાએ પણ તાજેતરમાં તેમના માર્જિનલ કોસ્ટ એફ લેન્ડિંગ રેટ્સમાં વધારો કર્યો હતો. કેનેરા બેન્કે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકના નવા દરો 12 ઑગસ્ટથી લાગૂ થઈ ગયા છે. આ સિવાય યુકો બેન્કે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને નવા વ્યાજ દરો 10 ઑગસ્ટથી લાગૂ થઈ ગયા છે. બેંક ઓફ બરોડાએ પણ તેના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકના નવા દરો 12 ઑગસ્ટ 2024 એટલે કે સોમવારથી લાગૂ થઈ ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top