લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, 7 વર્ષથી આ બીમારીથી પીડિત હતા
Sharda Sinha passes away: લોક ગાયિકા શારદા સિંહાનું નિધન થઇ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતા હતી. તેમને વેન્ટિલેટર પર ખસેડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન, લોકસંગીતના દિગ્ગજ અભિનેત્રીને લઇને સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા. જોકે 5 નવેમ્બરની રાત્રે 9.20 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
શારદા સિન્હાના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. AIIMS તરફથી મળેલી માહિતી અનુસાર શારદા સિંહાને આવેલા રિફ્રેક્ટરી શોકના કારણે સેપ્ટીસીમિયા થઈ ગયું, જેના કારણે મંગળવારે રાત્રે 9:20 વાગ્યે તેમનું નિધન થઈ ગયું હતું. આ એક એવી સ્થિતિ છે, જેમાં પૂરતી સારવાર છતા આઘાતની સ્થિતિ બનેલી રહે છે. ઉલ્લેખનીય છે કે શારદા સિંહ લગભગ 7 વર્ષથી મલ્ટિપલ માયલોમાથી પીડિત હતા. આ એક પ્રકારે બ્લડ કેન્સર છે.
તેમનું સ્વાસ્થ્ય બગડતા 26 ઓક્ટોબરે AIIMSના કેન્સર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને ઑક્સીજન સપોર્ટ પર રાખવા પડ્યા હતા. ત્યારબાદ પ્રાઇવેટ વોર્ડમાં ખસેડી દેવામાં આવ્યા હતા. 4 નવેમ્બરે શરદા સિંહાની આચનક તબિયત બગડવા પર વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. હાલમાં જ શારદા સિન્હાના પતિ બૃજ કિશોર સિંહાનુ પણ નિધન થઈ ગયું હતું. ત્યારબાદ તેઓ આઘાતમાં સારી પડ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp