લોરેન્સ બિશ્નોઇના એન્કાઉન્ટર માટે 1,11,11,111 રૂપિયાના ઇનામની જાહેરાત કોણે કરી?

લોરેન્સ બિશ્નોઇના એન્કાઉન્ટર માટે 1,11,11,111 રૂપિયાના ઇનામની જાહેરાત કોણે કરી?

10/22/2024 National

SidhiKhabar

SidhiKhabar

લોરેન્સ બિશ્નોઇના એન્કાઉન્ટર માટે 1,11,11,111 રૂપિયાના ઇનામની જાહેરાત કોણે કરી?

કરણી સેનાએ ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું એન્કાઉન્ટર કરવાની માગનું પુનરાવર્તન કર્યું છે. કરણી સેનાના નેતા રાજ શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તેમનું કહેવું છે કે જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઇનું એન્કાઉન્ટર કરશે. તેને ઇનામ તરીકે 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા આપશે. એ બહાદુર પોલીસકર્મીના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની પણ અમારી જવાબદારી રહેશે. આપણા અમૂલ્ય રત્ન અને ધરોહર, અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીના હત્યારા લોરેન્સનું એન્કાઉન્ટર કરનાર પોલીસને ક્ષત્રિય કરણી સેના સંપૂર્ણ સમર્થન કરશે. વીડિયોના અંતમાં રાજ શેખાવત કહે છે 'જય મા કરણી.'


લોરેન્સ બિશ્નોઇ હાલમાં ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી સાબરમતી જેલમાં બંધ

લોરેન્સ બિશ્નોઇ હાલમાં ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી સાબરમતી જેલમાં બંધ

રાજ શેખાવત આ દિવસોમાં મધ્ય ગુજરાતના પ્રવાસે છે. તેમને ક્ષત્રિય મહાસંમેલનમાં આવવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ સમાચારમાં છે.  મુંબઇમાં NCP નેતા બાબા સીદ્દિકીની હત્યા બાદ તેની સામે કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. લોરેન્સ બિશ્નોઇ હાલમાં ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સે સલમાન ખાનને ધમકી આપી ચૂક્યો છે. આ અગાઉ પણ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે વડોદરામાં લોરેન્સના એન્કાઉન્ટરની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પણ સવાલોના ઘેરામાં આવે છે. આખરે આવા ગુંડાઓને શા માટે આશ્રય આપવામાં આવે છે?


કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવી ચૂક્યા છે

કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવી ચૂક્યા છે

તે જેલમાં બેસીને લોકોની હત્યા કરાવી રહ્યો છે. લોકોને ધાકધમકી આપીને તેમની પાસેથી ખંડણી વસૂલવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર આ બાબતોને કેમ ઢાંકી રહી છે? એક ગેંગસ્ટરના કારણે સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે 22 ડિસેમ્બરે અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન થવાનું છે. જેને લઇને ક્ષત્રિય સમાજની જાહેર સભાઓ યોજાઇ રહી છે. રાજ શેખાવત એક દિવસ અગાઉ યોજાયેલી બેઠકમાં ભાગ લેવા માટે જ વડોદરા પહોંચ્યા હતા. હવે તેનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top