80 ફૂટ ઊંચા ઝાડ પર ચઢી 3 મહિલાઓ, 9 દિવસ સુધી નહીં ઉતરે, કારણ હેરાન કરી દેનારું
ઝારખંડની રાજધાની રાંચીથી 17 કિલોમીટરના અંતરે એક વિચિત્ર ઘટના બની છે. હુડવા સરના સ્થળનો નજારો જોઇને લોકો આશ્ચર્યચકિત છે. વાસ્તવમાં, અહીં સરના સ્થળ પર 3 મહિલાઓ ઝાડ પર 80 ફૂટ ઉપર ચઢીને દેવી સરનાની આરાધના કરી રહી છે. સ્થાનિક લોકોએ તેમને નીચે આવવા કહ્યું હતું, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ 9 દિવસ બાદ જ નીચે આવશે. આ ત્રણ મહિલાઓના નામ સાલગી ટોપ્પો, નાગી ટોપ્પો અને બાબી ટોપ્પો છે. આ ત્રણેય ગત ગુરુવારથી સરના દેવીની પૂજા કરવા માટે ઝાડ પર ચઢી છે. હવે તેઓ 9 દિવસ બાદ જ નીચે આવશે. લોકોએ જણાવ્યું કે તેમણે ઇશારા કરીને કહ્યું કે હાલમાં તેઓ ત્રણેય સાધના કરવા માટે ઉપરના ઉપર ચઢી છે અને તેમને વધારે ડિસ્ટર્બ ન કરવામાં આવે.
નીચે આ લોકોની રક્ષા કરતી વખતે સંતોષી દેવી કહે છે કે, હું અહીં બાજુમાં જ રહું છું અને આ લોકોને ઉપર બેઠા જોઇને અમે પણ નીચે બેસીને તેમની રક્ષા કરતા રહીએ છીએ. અમને માતા સરના પર અતૂટ શ્રદ્ધા છે. અમે લોકો પ્રકૃતિની પૂજા કરીએ છીએ. અમે જળ, જંગલ અને જમીનની પૂજા કરીએ છીએ, એટલે ત્રણેયએ સાધના માટે પ્રકૃતિનો ખોળો પસંદ કર્યો છે. સાધના કરવા માટે, આ ત્રણેયને ખૂબ શાંત અને એકાંત, જ્યાં કોઇ તેમને ખલેલ પહોંચાડે નહીં તેવી જગ્યા જોઇતી હતી. એટલે તેમણે વૃક્ષ પર આટલા ઉંચે જઇને ધ્યાન કરવાનું નક્કી કર્યું. આ અગાઉ કોઇએ આવું કર્યું નથી, અમે આ પહેલીવાર જોઇ રહ્યા છીએ અને તે જોવું ખૂબ જ રસપ્રદ છે. પરંતુ, તેમની હિંમત જોઇને લાગે છે કે માતા સરનાનો તેમના પર કોઇ ખાસ આશીર્વાદ છે.
નજીકના પ્રીતમ દેવી જણાવે છે કે, તે ત્રણેય સવારે 4:00 વાગ્યે નીચે આવે છે અને ફળ ખાય છે. નીચે સરના માતાનું પૂજા સ્થળ છે. ત્યાં પૂજા કરે છે. પૂજા બાદ, તેઓ લાકડીની મદદથી ફરીથી ચઢી જાય છે. જ્યારે તેઓ ઉપરથી નીચે આવે છે, ત્યારે આસપાસ કોઇ હોતું નથી અને પછી તેઓ રાત્રે ઝાડ પર જ સૂઇ જાય છે. જો કે, અમે તેમને ચેતવણી આપી હતી કે કોઇ અપ્રિય ઘટનાનો ભય છે. પરંતુ, તેમનો વિશ્વાસ અતૂટ છે કે તેઓ કોઇની વાત સાંભળવા તૈયાર નથી.
સંતોષી દેવીએ જણાવ્યું હતું કે હાલમાં તેઓ એક ઝાડ પર ચઢશે અને 9 દિવસ ધ્યાન કરશે. ત્યારબાદ, તેઓ નીચે આવશે અને 51 દિવસ સુધી પૂજા અને ધ્યાન કરશે. વાસ્તવમાં, તેમણે કેટલીક પ્રતિજ્ઞા લીધી છે, તેથી તેઓ ખાસ કરીને સાધના કરી રહ્યા છે. આ જોઇને અમને પણ લાગે છે કે કદાચ આપણે પણ આગામી દિવસોમાં આમ જ કરીએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp