લવ જેહાદનો મામલો, સલીમે સંજૂ બનીને પ્રેમ જાળમાં ફસાવી, ગર્ભવતી થતા જ પતાવી દીધી
Love Jihad Case: હરિયાણાના રોહતકમાંથી લવ જેહાદ સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે હિંદુ ઓળખાણ આપીને પહેલા યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને પછી જ્યારે તે ગર્ભવતી બની ત્યારે આરોપીએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. શુક્રવારે PGIMS રોહતકના ડૉક્ટરોના બોર્ડે યુવતીના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કર્યું હતું. દિલ્હીના નાંગલોઇ વિસ્તારમાં ગુરુવારે સવારે મનીષ નામના યુવકે પોલીસ સ્ટેશનમાં 20 વર્ષીય સોનિયા ઉર્ફે સોનીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે તેની બહેન પડોશમાં રહેતા સલીમ ઉર્ફે સંજૂ સાથે સંબંધમાં હતી.
પોલીસે મૃતકના ભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સલીમ ઉર્ફે સંજૂ તેના મિત્ર પંકજ સાથે ગલીમાં ફરી રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યારબાદ જ્યારે કડક પૂછપરછ કરવામાં આવી તો સામે આવ્યું કે સોનિયાની હત્યા કરીને તેના મૃતદેહને રોહતકના મદીના ગામમાં દફનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે મૃતદેહ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ મૃતદેહ 4.5 ફૂટ ઊંડા ખાડામાં દબાવી દેવામાં આવ્યો હતો.
મૃતકના ચહેરા પર હથિયાર અને તિક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા હતા. આ મામલામાં રોહતક પોલીસ અને FSLની ટીમે સેમ્પલ લીધા અને લાશને નાંગલોઇ પોલીસને સોંપી દીધી. ત્યારબાદ શુક્રવારે મૃતકનું પોસ્ટમૉર્ટમ થયું હતું. પોલીસે સલીમ ઉર્ફે સંજૂ અને પંકજની ધરપકડ કરી લીધી છે. જ્યારે ત્રીજો સાથી ફરાર છે. પોલીસે જણાવ્યું કે યુવતી પર કોઇ વસ્તુ વડે હુમલો કર્યા બાદ મોબાઇલ ફોનના ચાર્જર વડે ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે લગભગ દોઢ વર્ષ અગાઉ સલીમ સોનિયાને સંજૂના રૂપમાં મળ્યો હતો અને તેને પ્રેમમાં ફસાવી હતી. ત્યારબાદ સોનિયા પણ ગર્ભવતી થઇ ગઇ. ગર્ભવતી થયા બાદ સોનિયાએ સલીમ પર લગ્ન માટે દબાણ કર્યું. જ્યારે સલીમ લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો. ત્યારબાદ 20 ઓક્ટોબરે કરવા ચોથના દિવસે તેણે સોનીને બહાર ફરવા લઈ જવાના બહાને ઘરેથી બોલાવ્યો હતો અને તેના મિત્રો સાથે મળીને સોનીનું ગળું દબાવી હત્યા કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp