શું હોય છે ફોર્ટિફાઇડ ચોખા, જેને મોદી સરકાર લોકોમાં વહેંચશે

શું હોય છે ફોર્ટિફાઇડ ચોખા, જેને મોદી સરકાર લોકોમાં વહેંચશે

10/12/2024 National

SidhiKhabar

SidhiKhabar

શું હોય  છે ફોર્ટિફાઇડ ચોખા, જેને મોદી સરકાર લોકોમાં વહેંચશે

મોદી સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2028 સુધીમાં ગરીબોને ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરવાની યોજનાને મંજૂરી આપી છે. આ જાહેરાત બાદ આ ચોખા ગરીબોને વિપુલ પ્રમાણમાં વહેંચવામાં આવશે. આ ચોખાને પોષક તત્ત્વોનો ભંડાર માનવામાં આવે છે, એટલે તેને ખોરાક તરીકે સેવન કરવા લોકો માટે હેલ્ધી માનવામાં આવે છે. તેના સેવનથી લોકોના શરીરમાં તાકત, લોહી અને ચપળતા વધે છે. એવામાં, ચાલો જાણીએ કે ફોર્ટિફાઇડ ચોખા (Fortified Rice) શું છે.


ફોર્ટિફાઇડ ચોખા શું છે?

ફોર્ટિફાઇડ ચોખા શું છે?

સામાન્ય ચોખામાં કૃત્રિમ રીતે પોષક તત્વોને વધારવાની પ્રક્રિયાને ચોખાનું ફોર્ટિફિકેશન કહેવામાં આવે છે. આ ચોખાને ફોર્ટિફાઇડ રાઇસ કહેવામાં આવે છે.

1890માં, એક ડચ ડૉક્ટર આઇઝકમેને સૌ પ્રથમ ચોખામાં થાઇમિન ઉમેરીને ચોખાનું ફોર્ટિફિકેશન કર્યું હતું.

ફોર્ટિફાઇડ ચોખામાં, ફોલિક એસિડ, વિટામિન B-1 અને B-12 જેવા સૂક્ષ્મ પોષકતત્વો ફોર્ટિફાઇડ ચોખામાં ઉમેરવામાં આવે છે.

ભારતમાં ચોખાના ફોર્ટિફિકેશને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે, કારણ કે તેણે કુપોષણ સામે લડવામાં ઘણી મદદ કરી છે.


ચોખાના ફોર્ટિફિકેશન પ્રક્રિયામાં શું થાય છે?

ચોખાને પૌષ્ટિક બનાવવા માટે આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે, જે હેઠળ સામાન્ય ચોખામાં વિટામિન અને મિનરલ્સ ઉમેરવામાં આવે છે.

આ પ્રક્રિયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવે છે.

વિટામિન A, વિટામિન B-12, વિટામિન B-1, આયર્ન, ઝિંક અને ફોલિક એસિડ જેવા આવશ્યક તત્વો ચોખામાં હોય છે.


ફોર્ટિફાઇડ ચોખા ખાવાથી શું થશે?

ફોર્ટિફાઇડ ચોખા ખાવાથી શું થશે?

ફોર્ટિફાઇડ ચોખા ખાવાથી શરીરમાં શક્તિ વધે છે. લોહી વધે છે. આ ઉપરાંત તેના સેવનથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

ફોર્ટિફિકેશનને કુપોષણની સમસ્યાનો સામનો કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે, કારણ કે તે મેટાબોલિક રેટને વધારે છે.

જો સગર્ભા સ્ત્રી ફોર્ટિફાઇડ ચોખા ખાય છે, તો તેના પ્રથમ બાળકને ન્યૂરલ ટ્યૂબની ખામી નહીં થાય.

જો કે, ચોખામાં વિટામિન B-12 પણ હોવાથી તેને ખાવાથી એનીમિયા જેવી ખતરનાક બીમારી સામે લડવામાં મદદ મળે છે.

વિટામિન B-12 ને સાયનોકોબલામિન પણ કહેવામાં આવે છે. મગજ અને નર્વસ સિસ્ટમના કામકાજ માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top