વીજ બિલના નામે ચાલી રહ્યું છે કૌભાંડ, આ બાબતોનું ધ્યાનમાં રાખો; નહિતર તમારું ખાતું ખાલી થઇ જશે

વીજ બિલના નામે ચાલી રહ્યું છે કૌભાંડ, આ બાબતોનું ધ્યાનમાં રાખો; નહિતર તમારું ખાતું ખાલી થઇ જશે

11/05/2024 National

SidhiKhabar

SidhiKhabar

વીજ બિલના નામે ચાલી રહ્યું છે કૌભાંડ, આ બાબતોનું ધ્યાનમાં રાખો; નહિતર તમારું ખાતું ખાલી થઇ જશે

Electricity Bill Scam: સાયબર સિક્યોરિટી ભારતની સાથે-સાથે અન્ય દેશો માટે પણ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. સમયની સાથે-સાથે ટેક્નોલોજી વધવાથી એક તરફ લોકો લાભ લઇ રહ્યા છે. બીજી તરફ, સ્કેમર્સ પણ આ ટેક્નિકોનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નોઇડામાં કામ કરતા એક વ્યક્તિને વીજ બિલ ચૂકવવાના મામલે કૌભાંડનો સામનો કરવો પડ્યો હતો. નોઇડામાં કામ કરતા રાહુલ યાદવે જણાવ્યું કે કેવી રીતે BSES દિલ્હી (રાજધાની પાવર લિમિટેડ)ના નામે સ્કેમરે તેને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો. અહીં અમે તમને જણાવીશું કે તમે તેનાથી કેવી રીતે બચી શકો.


કેવી રીતે શરૂ થયું કૌભાંડ?

કેવી રીતે શરૂ થયું કૌભાંડ?

રાહુલે જણાવ્યું કે, તેને સૌપ્રથમ એક વ્યક્તિનો ફોન આવ્યો, જેણે પોતાની ઓળખ ઇલેક્ટ્રિસિટી વિભાગના કર્મચારી તરીકે આપી હતી. તેણે રાહુલને કહ્યું કે તમે પેમેન્ટ કર્યા બાદ પણ તમારું બિલ ક્લિયર થયું નથી અને તમારે તેને અપડેટ કરવું પડશે. ત્યારબાદ તેણે રાહુલને એક લિંક મોકલી અને તેને ક્સિયર કરવા કહ્યું. આ લિંક અસલી લોકો સાથે હતી અને તેને તેના પર કોઇ શંકા નહોતી, તેથી તેણે લિંક પર ક્લિક કરી દીધું. બસ અહીં જ તેણે ભૂલ કરી દીધી. તેણે આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેના ઉપકરણ પર બેકગ્રાઉન્ડમાં એક એપ ડાઉનલોડ થઇ ગઇ.

ત્યારબાદ સ્કેમરે રાહુલને પેમેન્ટ કરવાનું કહ્યું જેથી તેની બિલ પેમેન્ટની સમસ્યાનો અંત આવે. સ્કેમરે તેને પૂછ્યું કે તેણે કયા વિકલ્પ દ્વારા ચૂકવણી કરી છે. રાહુલે સ્કેમરને કહ્યું કે તેણે UPI દ્વારા પેમેન્ટ કર્યું હતું.  તેના પર સ્કેમરે તેને કોઇ અન્ય વિકલ્પ પસંદ કરવાનું કહ્યું. રાહુલને તે અસલી લાગતું હતું અને તેણે માત્ર 3 રૂપિયા ચૂકવવાના હતા, તેથી તે તેના માટે સહમત થયો. રાહુલે ક્રેડિટ કાર્ડના વિકલ્પ પર ક્લિક કરીને તેની વિગતો ભરી, પરંતુ બેંક દ્વારા ચૂકવણી ડિક્લાઇન કરી દેવામાં આવી.

આ દરમિયાન, સ્કેમરે રાહુલના ફોન પર કોલ ફોરવર્ડ કરવાનું શરૂ કર્યું. તેણે રાહુલને સાવધાન કર્યો અને તેણે તરત જ તેને કેન્સલ કરી દીધું. થોડા સમય બાદ, બેંક તરફથી એક સંદેશ આવે છે, જેમાં કહેવામાં આવે છે કે સિક્યોરિટીના કારણોસર ચૂકવણી કેન્સલ કરવામાં આવી છે. રાહુલે તરત જ તેના તમામ કાર્ડ બ્લોક કરી દીધા. તેમ કરવાથી સ્કેમર્સ તેમના કાર્ડને એક્સેસ કરી શકશે નહીં.


ગ્રાહકે શું કરવું જોઇએ?

વીજ બિલ ભરતી વખતે ગ્રાહકોએ સાવધાન રહેવાની જરૂર છે.

ચૂકવણી માટે માત્ર અધિકૃત પ્લેટફોર્મનો ઉપયોગ કરો.

જો કોઇ તમને ફોન કરીને કહે છે કે તમારું બિલ ચૂકવવામાં આવ્યું નથી, તો પહેલા સાઇટ પર તપાસો.

કોઇપણ અજાણતી લિંક પર ક્લિક કરવા કે ચૂકવણી કરવા અગાઉ બે વાર જરૂર વિચારો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top