Sheesh Mahal Row: દિલ્હીમાં CM આવાસ પર સંગ્રામ, પોલીસે રોક્યા તો સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ ધરણાં પર બેઠા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP) CM આવાસને શીશમહેલ કહેવા બદલ ભાજપ પર પ્રહારો કરી રહી છે. AAPના બે વરિષ્ઠ નેતાઓ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ બુધવારે (8 જાન્યુઆરી) 6 ફ્લેગ સ્ટાફ માર્ગ પર મુખ્યમંત્રી નિવાસસ્થાન બતાવવા પહોંચ્યા હતા. AAP નેતાઓને 6 ફ્લેગ સ્ટાફ માર્ગ પર સ્થિત CM આવાસમાં જતા અટકાવવામાં આવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ બંને નેતાઓને રોકવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજે CM આવાસની બહાર દેખાવો કર્યા હતા.
તેમણે કહ્યું કે અમને મુખ્યમંત્રી આવાસ જતા કેમ રોકવામાં આવી રહ્યા છે. ભારદ્વાજે કહ્યું કે પોલીસે અમને કહ્યું કે ઉપરથી આદેશ છે. દરમિયાન PWPએ મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો કબજો લઈ લીધો. ધરણા સમાપ્ત થયા બાદ, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સેન્ટ્રલ વિસ્ટામાં બનેલા PMના નિવાસસ્થાન તરફ રવાના થયા. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યારે અમે જનતાને CM આવાસ બતાવવા આવ્યા છીએ, બતાવવા દો, અમને કેમ રોકવામાં આવી રહ્યા છે. અમે બતાવવા માંગીએ છીએ કે ભાજપ ખોટા આરોપો લગાવે છે. તેમણે એમ પણ કહ્યું કે જનતાને PMનું નિવાસસ્થાન પણ બતાવવું જોઈએ જેની કિંમત આના કરતા ઘણી વધારે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp