ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

02/06/2021 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે ૦૬ ફેબ્રુઆરી, શનિવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.

મેષ રાશિ - Aries

KNIGHT OF CUPS

આજે કોઈ નવી તક મળે તેવી શક્યતા છે, આજનો દિવસ હકારાત્મક રહેશે, આસાનીથી તમારા ગોલ સુધી પહોંચી શકશો, આજે તમારું માઈન્ડ ક્રિએટિવ રહેશે, કોઈ જગ્યા પર સફળતા પ્રાપ્ત થાય

કરિયર : કોઈ નવી તક ને લઈને વધુ ઉત્સાહિત રહો, તેના પર કાર્ય કરશે

રિલેશન : પાર્ટનર તરફથી કોઈ ગિફ્ટ મળે તેવી શક્યતા છે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : વહાઈટ

શુભ અંક : 2

વૃષભ રાશિ - Taurus

KING OF WANDS

આજે સિચ્યુએશન તમારી ફેવરમાં હશે, આજની તમારી એનર્જી પોઝિટિવ મોટીવેશનલ રહેશે, આજે તમે મેચ્યોરિટી સાથે ડિસિઝન લેશો, કોઈપણ ચેલેન્જીસ નો સામનો આસાનીથી કરી શકશો, આજનો દિવસ સારો રહેશે

કરિયર : આજે તમને તમારા એક્સપિરિયન્સ કાર્ય કરવામાં મદદરૂપ થશે

રિલેશન : સંબંધો સારા રહેશે. સંબંધોમાં મેચ્યોરિટી વધશે.

હેલ્થ : ઓછી ઇમ્યુનિટીને કારણે શારીરિક સમસ્યાઓ થઈ શકે છે

શુભ રંગ : યલો

શુભ અંક : 1

મિથુન રાશિ – Gemini

CELEBRATION

આજનો દિવસ આનંદ આપનારો રહેશે, આસપાસના લોકો જોડે આનંદ માણી શકશો, કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થાય તેવી શક્યતા છે, કોઈ જગ્યા પરથી સફળતા પ્રાપ્ત થાય અને સારા સમાચાર આવી શકે છે, આજના દિવસે અગત્યના કાર્ય કરી શકશો

કરિયર : ટીમ વર્ક થશે, વર્કપ્લેસ પર સેલિબ્રેશનનો માહોલ બની શકે છે

રિલેશન : કોઈ પ્રસંગને લઇને ઉત્સાહ અનુભવશો

હેલ્થ : સુધારો આવતો જણાશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 3

કર્ક રાશિ – Cancer

THE HIEROPHANT

આકાડૅ દર્શાવે છે કે આજે તમે કોઇ ધાર્મિક કાર્યક્રમ અથવા તો ધાર્મિક શિક્ષણ પ્રત્યે ધ્યાન આપશો, કોઈ સામાજીક કાર્યકરો તેવી શક્યતા છે, આસપાસના લોકોને મદદરૂપ થશો, આસપાસના લોકો તમારી પ્રશંસા કરશે

કરિયર : તમારા કાર્યની પ્રશંસા થઇ શકે છે

રિલેશન : એકબીજાને સહકારી બનશો

હેલ્થ : પોતાની લાઇફ સ્ટાઇલ માટે થોડું સ્ટ્રીક થવુ

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 5

સિંહ રાશી - Leo

THE LOVER

આજનો દિવસ પોઝિટિવ રહેશે, આસપાસના લોકો તરફથી સહકાર મળે તેવી શક્યતા છે, આજનો દિવસ આનંદ આપનારો રહેશે સફળતા પ્રાપ્ત થશે, તમારા કાર્યની પ્રશંસા મેળવી શકશો, ધારેલા કાર્ય થતાં જણાય, મહત્વનું કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ છે

કરિયર : સહકર્મીઓ સાથે મળીને કાર્ય થશે અને કામની પ્રશંસા થશે

રિલેશન : રિલેશનમાં સારો બદલાવ આવતો જણાશે

હેલ્થ : સુધરતી જણાશે,

શુભ રંગ : મરૂન

શુભ અંક : 6

કન્યા રાશિ - Virgo

FIVE OF WANDS

આજે કોઈ સાથે ખોટી ચર્ચામાં ઊતરવું નહીં, બીજાની વાતને ધ્યાનથી સાંભળવી, આજે થોડો સંઘર્ષનો સામનો કરવો પડે પરંતુ તેમાં સફળતા મેળવી શકશો, આજે પોતાના માટે કાર્ય કરવું, મગજ શાંત રાખવો

કરિયર : સહકર્મી સાથે કોમ્પિટિશન થઈ શકે છે, ખોટી ચર્ચામાં ઊતરવું નહીં

રિલેશન : એકબીજાની વાતને સમજવાની કોશિશ કરવી

હેલ્થ : પોતાની હેલ્થ પર ધ્યાન આપવું

શુભ રંગ : પિસ્તા

શુભ અંક : 5

તુલા રાશિ - Libra

FIVE OF PENTACLES

આજનો દિવસ પોઝિટિવ રહેવા સૂચવી જાય છે , લોકો તરફથી મુશ્કેલ પરિસ્થિતિમાં સહકાર મળે તેવી શક્યતા છે, તમારા સગા સંબંધી અથવા કુટુંબમાં કોઈ ને તમારાથી મનદુઃખ થાય તેવી શક્યતા છે, જો કોઈની મદદની જરૂર હોય તો અભિમાન રાખ્યા વગર મદદ લેવી

કરિયર : કોઈ જગ્યા પર રોકાણ કરવું નહીં નુકસાન થવાની શક્યતા છે

રિલેશન : મુશ્કેલ પરિસ્થિતિમાં પાર્ટનર સહકાર મળી શકશે

હેલ્થ : બ્લડ પ્રેશર રિલેટેડ પ્રોબ્લેમ રહે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 5

વૃશ્ચિક રાશિ - Scorpio

QUEEN OF WANDS

તમારો કોન્ફિડન્સ વધારવા માટે તમે કાર્યરત રહેશો, તમારા ધ્યેય સુધી પહોંચવા માટે રસ્તામાં આવતી મુશ્કેલીઓનો આસાનીથી સામનો કરી શકશો, આજે થોડી ધીરજ રાખવાની જરૂર છે, આજે તમારી એનર્જી સારી રહેશે

કરિયર : કાર્ય સારું રહેશે, આસાનીથી તમારો ટાસ્ક પૂરો કરી શકશો,

રિલેશન : તમારી સ્કિલથી પાર્ટનર ઈમ્પ્રેસ થઈ શકે છે

હેલ્થ : ઘુટણ ને લગતી તકલીફ રહે અથવા પગમાં ઇજા થઇ શકે છે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 4

ધનુ રાશિ - Sagittarius

SIX OF WANDS

આજનો દિવસ તમારી ફેવરમાં રહેશે, કોઈ જગ્યા પર સફળતા મેળવી શકશો, સોસાયટીને લઈને અથવા કુટુંબને લઈને કોઈ મહત્ત્વનું કાર્ય કરશો, માન-સન્માનની પ્રાપ્તિ થશે, આજે શાંતિની અનુભૂતિ થશે, કોઈ નવું કાર્ય કરવા માટે તત્પર હશો,

કરિયર : સહકર્મીઓ સાથે કાર્ય કરશો, જેમાં પ્રશંસા મળશે

રિલેશન : સારા રહેશે

હેલ્થ : અમુક લોકોને પગમાં સુજન રહે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 6

મકર રાશિ - Capricorn

FIVE OF CUPS

બની ગયેલી વાત પર વિચારતા રહો તેઓ બની શકે છે, આકાડૅ સૂચવી જાય છે કે જે વસ્તુ છે તેના પર ધ્યાન આપવું, નિરાશ થઈને બેસવાથી સોલ્યુશન લાવી શકાશે નહીં, જ્યારે અમુક લોકો માટે સંઘર્ષ પછી સફળ થવાના ચાન્સીસ છે આજનો દિવસ મધ્યમ રહેશે

કરિયર : કાર્ય પણ મન ભટકે તેવી શક્યતા છે પરંતુ પોતાના કાર્ય પર ફોકસ કરવાની કોશિશ કરવી

રિલેશન : પાર્ટનરના બિહેવિયરથી મનદુઃખ રહે

હેલ્થ : મન ઉદાસ રહે તેવું બની શકે છે

શુભ રંગ : ક્રીમ

શુભ અંક : 5

કુંભ રાશિ - Aquarius

THE HIGH PRISTESS

આજે ખૂબ ઊંડાણથી કોઈ ધ્યેય પર કાર્ય કરશો, ક્રિએટિવિટી પર તમારું ધ્યાન હશે, આજે મોટીવેટ રહેશો, મહત્વના કાર્ય કરવા માટે આજનો દિવસ સારો રહેશે, આજે કોઈને સલાહ આપશો અથવા મદદ કરશો

કરિયર : ક્રિએટિવ કાર્ય કરી શકશો,

રિલેશન : સંબંધો વધારે ગાઢ થતાં જણાશે,

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 2

મીન રાશિ - Pisces

THE HERMIT

આજે એક વડીલ તરીકે ના નિર્ણય લેશો ,કોઈ દરજ્જાની પ્રાપ્તિ થશે, ધાર્મિક કાર્ય કરશો, કોઈને નવો રસ્તો બતાવી શકશો, આત્મચિંતન માં દિવસ પસાર થશે, મનમાં રહેલી વાત બીજા જોડે શેર કરશો તો મનનો ભાર હળવો થશે.

કરિયર : સ્માર્ટ વર્ક કરી શકશો

રિલેશન : મધ્યમ રહેશે, લોન્લીનેસ ફીલ થવી

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 9

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top