વક્ફ બિલ પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ લડી લેવાના મૂડમાં
વક્ફ સુધારા બિલ પર રચાયેલી JPCએ ગુરુવારે સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે ભારતમાં મુસ્લિમોનો પણ તેમની મિલકત પર એટલો જ અધિકાર છે, જેટલો શીખ અને હિન્દુઓનો છે.ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે વક્ફ પરનો હાલનો કાયદો ભારતીય બંધારણની અંદર છે. આ ધર્મોની સ્વતંત્રતાના કાયદા હેઠળ આવે છે.પર્સનલ લૉ બોર્ડે નવા બિલ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, આના હેઠળ શીખો તેમની મિલકતોનું સંચાલન કરે છે. તેવી જ રીતે, હિન્દુઓ પણ સ્વતંત્ર છે. અમને આનો કોઈ વાંધો નથી. પરંતુ મુસ્લિમોને પણ એટલો જ અધિકાર છે જેટલો હિન્દુઓ અને શીખોને છે. પરંતુ નવા કાયદા મુજબ, વક્ફ બોર્ડમાં 2 બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવશે અને સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ અધિકારી મુસ્લિમ હોવા જરૂરી નથી.
ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું, એ કહેવું નકામું છે કે આખો દેશ એક દિવસ વક્ફ બનશે. આ બધું સરકાર દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે. વક્ફ માટેની અમારી લડાઈ હિન્દુ-મુસ્લિમની નથી. આ ફક્ત અમારા હકો માટેની લડાઈ છે. આ સરકાર સામેની લડાઈ છે. અમને આશા છે કે બધા ન્યાયપ્રેમી હિન્દુઓ અમને ટેકો આપશે. આપણા દેશના બંધારણમાં, ધાર્મિક બાબતો ચલાવવાનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે આપવામાં આવ્યો છે.
અમે આ સ્વીકારતા નથી - મુસ્લિમ પર્સનલ બોર્ડ
ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે, આપણા દેશના બંધારણમાં ધાર્મિક બાબતો ચલાવવાનો અધિકાર આપણને મૂળભૂત અધિકાર તરીકે આપવામાં આવ્યો છે. કોમન સિવિલ કોડ આના પર હુમલો છે. દરેક સમાજના પોતાના રસ્તા હોય છે, દરેક ધર્મના પોતાના રસ્તા હોય છે. આવી સ્થિતિમાં, તમે બધા પર એક જ કાયદો કેવી રીતે લાદી શકો છો? દેશમાં અસ્પૃશ્યતા, અસમાનતા, બેરોજગારી જેવા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે, પરંતુ તેમને બાજુ પર રાખીને સરકાર વક્ફ વિરુદ્ધ કામ કરવામાં વ્યસ્ત છે. અમે આ સ્વીકાર્ય નથી, અમે અંત સુધી તેની સામે લડીશું. સરકારે ભાઈચારાની કાળજી લેવી જોઈએ.ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના ઉપપ્રમુખ અરશદ મદનીએ કહ્યું કે, કપિલ સિબ્બલ આ કેસમાં અમારા વકીલ છે, આ મામલે તેમની સાથે કાનૂની ચર્ચા ચાલી રહી છે. આ લડાઈમાં જમિયત ઉલેમા-એ-હિંદ પણ અમારી સાથે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp