આટલી નિર્દયતા ક્યાંથી આવતી હશે? રિટાયર્ડ સૈનિકે પત્નીના ટુકડા કરીને કુકરમાં બાફ્યા અને પછી...

આટલી નિર્દયતા ક્યાંથી આવતી હશે? રિટાયર્ડ સૈનિકે પત્નીના ટુકડા કરીને કુકરમાં બાફ્યા અને પછી...

01/23/2025 National

SidhiKhabar

SidhiKhabar

આટલી નિર્દયતા ક્યાંથી આવતી હશે? રિટાયર્ડ સૈનિકે પત્નીના ટુકડા કરીને કુકરમાં બાફ્યા અને પછી...

Retired Army Man Confesses to Killing Wife: દુનિયામાં રોજ અજીબીગરીબ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ કેટલીક ઘટનાઓને જોયા કે જાન્ય પછી સ્વાભાવિક મનમાં સવાલ ઉદ્વભવે કે લોકોમાં આટલી નિર્દયતા ક્યાંથી આવતી હશે. તેલંગાણાની ઘટના જાણ્યા બાદ પણ આવા જ સવાલો મનમાં ઉદ્વભવે એ સ્વાભાવિક છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદને અડીને આવેલા રંગારેડ્ડી જિલ્લામાં સેનાના એક રિટાયર્ડ સૈનિકે પોતાની જ પત્નીની હત્યા કરી દીધી. એટલું જ નહીં, આરોપીઓએ શરીરના ટુકડા કરીને પ્રેશર કુકરમાં રીતરસના બાફ્યા અને પછી લઈ જઈને તળાવમાં ફેંકી દીધા.

આ કેસમાં પોલીસે આરોપી નિવૃત્ત સૈનિકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ રૂવાડા ઉભા કરી તે તેવી હૃદયદ્રાવક ઘટના રંગારેડ્ડી જિલ્લાના મીરપેટ વિસ્તારમાં બની હતી. આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના રહેવાસી ગુરુ મૂર્તિ (45) આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ હૈદરાબાદમાં DRDOમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરી રહ્યો હતો. તે મીરપેટમાં ન્યૂ વેંકટેશ્વર નગર કૉલોનીમાં તેની પત્ની વેંકટ માધવી (35) અને 2 બાળકો સાથે રહેતો હતો.


આરોપી પોલીસ સામે અજાણ હોવાનો ડોળ કરતો રહ્યો

આરોપી પોલીસ સામે અજાણ હોવાનો ડોળ કરતો રહ્યો

તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગુરુ મૂર્તિએ 18 જાન્યુઆરીએ માધવીના પરિવારને તેના ગુમ થવા વિશે જાણ કરી હતી, ત્યારબાદ માધવીના પરિવારે મીરપેટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ સમય દરમિયાન ગુરુ મૂર્તિએ સંપૂર્ણપણે અજાણ હોવાનો ડોળ કર્યો અને તેની પત્નીની શોધમાં પણ મદદ કરી.

આ દરમિયાન, પોલીસને ગુરુ મૂર્તિ પર શંકા ગઈ અને જ્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. નિવૃત્ત સૈનિકે કહ્યું કે તેણે ઝઘડા બાદ તેની પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ, શરીરને ટુકડાઓમાં કાપીને પ્રેશર કૂકરમાં બાફ્યું અને પછી તળાવમાં ફેંકી દેવામાં આવ્યું હતું. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top