કોલકાતામાં વધુ એક કાંડ, 14 વર્ષીય કિશોરીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી અને પછી..

કોલકાતામાં વધુ એક કાંડ, 14 વર્ષીય કિશોરીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી અને પછી..

02/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

કોલકાતામાં વધુ એક કાંડ, 14 વર્ષીય કિશોરીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી અને પછી..

કોલકાતાને અડીને આવેલા ન્યૂ ટાઉનમાં ક્રૂરતા સામે આવી છે. 14 વર્ષીય સ્કૂલની છોકરી સાથે આવી ક્રૂરતા કરવામાં આવી, જેનાથી દરેકના રુવાડા ઉભા થઇ ગયા છે.. ઈ-રિક્ષા ચાલકે 14 વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજાર્યો. તેની ગરદનનું હાડકું તોડીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસ તેમજ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું. છોકરી 8મા ધોરણમાં ભણતી હતી. આ ઘટના ગયા શુક્રવારે બની હતી. પોલીસને ન્યૂ ટાઉન વિસ્તારમાં કિશોરીનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ, વિસ્તારમાં હાહાકાર મચી ગયો.

મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ કરી તો મામલો બળાત્કારનો જણાયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 14 વર્ષની સ્કૂલ ગર્લ પર બળાત્કાર થયો હતો. આ કેસની તપાસ કરતા, પોલીસે CCTV તપાસ્યા તો જાણવા મળ્યું કે સૌમિત્ર રોય નામનો એક ઈ-રિક્ષા ચાલક છોકરીને તેની ઈ-રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. જ્યારે પોલીસે આ ઈ-રિક્ષા ચાલકને કસ્ટડીમાં લીઇને પૂછપરછ કરી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

પૂછપરછ દરમિયાન, આ ઈ-રિક્ષા ચાલકે જણાવ્યું કે તે છોકરીને બેસાડીને લગભગ 3 કલાક સુધી ઈ-રિક્ષામાં ફરતો રહ્યો. ત્યારબાદ તે કિશોરીને જંગલમાં લઈ ગયો. પહેલા, છોકરીનું દોરડું અને સ્પ્રિંગ વડે ગળું દબાવીને હત્યા કરી દીધી અને પછી આરોપીએ બાળકીના મૃતદેહ પર બળાત્કાર ગુજાર્યો હતો.


બળાત્કાર અને હત્યા કેવી રીતે કરી

બળાત્કાર અને હત્યા કેવી રીતે કરી

પહેલા તેણે છોકરીને નારંગી આપીને મનાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે છોકરી ચીસો પાડવા લાગી, ત્યારે તેણે પહેલા તેનું ગળું દબાવી દીધું. ત્યારબાદ ગળાનું હાડકું તોડીને પછી મૃતદેહને એક જાળની ફેન્સિંગ કાપીને ત્યા રાખ્યો નાખવામાં આવ્યું હતું અને જાળીની વાડ કાપીને મૃતદેહને ત્યાં મૂકવામાં આવ્યો હતો. બળાત્કાર કર્યા બાદ, છોકરીના મૃતદેહને કોથળામાં બાંધીને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે માહિતી આપી છે કે ઘરે પરત ફર્યા બાદ, હત્યારાએ ભોજન કર્યું અને શાંતિથી સૂઈ ગયો.

સત્ય કેવી રીતે બહાર આવ્યું

ઘટના બાદ, જ્યારે પોલીસ ક્રાઈમ સીન રીક્રિએશન માટે ઈ-રિક્ષા ડ્રાઈવરના ઘરે પહોંચી, ત્યારે તેણે તેની પત્ની સામે ખુલીને આખી ઘટના વિગતવાર જણાવી. આ હત્યારા ઈ-રિક્ષા ચાલકે આ અગાઉ પણ એક વાર લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેણે તેની પત્નીને ખૂબ ત્રાસ આપ્યો. આ પછી તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.


આરોપીની પત્નીએ બધું કહ્યું

આરોપીની પત્નીએ બધું કહ્યું

આરોપી સૌમિત્રની પત્ની મૌસમીએ કહ્યું કે, 'તેણે છોકરીને કહ્યું કે તે તેને ઘરે છોડી દેશે કારણ કે તેનું ઘર પણ એજ બાજુ છે.'ત્યારબાદ તે તેને કોઈ જગ્યાએ, સોનાહાટી અથવા સોનાહતપુર ખબર નહીં ક્યાં લઈ ગયો. ત્યાં તેની સ્પ્રિંગ વડે ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણે તેના પર બળાત્કાર કર્યો. પછી તેને કોથળામાં બાંધીને ફેંકી દીધી. તેણે પોતે આ બધું સ્વીકાર્યું છે.

પહેલા લગ્નના પ્રશ્ન પર સૌમિત્રની પત્ની મૌસુમીએ કહ્યું કે મને ખબર નથી કે મારા પતિના પહેલા લગ્ન થયા હતા કે નહીં. તેણે પછી મને કહ્યું કે તેણે મંદિરમાં કોઈ સાથે લગ્ન કર્યા હતા. છોકરીના પિતા તેને ઘરે લઈ ગયા. બાદમાં છોકરી આવી અને તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. છોકરી સગીર હતી. દરમિયાન, ડીસી ન્યૂ ટાઉન માનવ સિંગલાએ જણાવ્યું હતું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અમે બધા પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. આ મામલાની તપાસ હજુ પણ ચાલુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top