કયા ભાવે આપ્યા ટામેટાં? પૂછતા જ થઇ જાય છે ચહેરાની ચમક ગાયબ, કેમ વધી રહી છે ટામેટાંની કિંમત

કયા ભાવે આપ્યા ટામેટાં? પૂછતા જ થઇ જાય છે ચહેરાની ચમક ગાયબ, કેમ વધી રહી છે ટામેટાંની કિંમત

07/09/2024 Business

SidhiKhabar

SidhiKhabar

કયા ભાવે આપ્યા ટામેટાં? પૂછતા જ થઇ જાય છે ચહેરાની ચમક ગાયબ, કેમ વધી રહી છે ટામેટાંની કિંમત

વરસાદનું વાતાવરણ શરૂ થતાં જ શાકભાજીઓના ભાવમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ટામેટાંના ભાવે રસોઇનું બજેટ ખોરવી નાખ્યું છે, દિલ્હી-NCRમાં ટામેટાના ભાવ 100 રૂપિયા કિલોએ પહોંચી ચૂક્યા છે, જ્યારે મોટા ભાગના શહેરોમાં તેની કિંમત 80-90 રૂપિયાની આસપાસ છે. આગામી સમયમાં તેમાં હજુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


કેમ વધી રહ્યો છે ટામેટાનો ભાવ?

કેમ વધી રહ્યો છે ટામેટાનો ભાવ?

ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ મુજબ, ટામેટાંની કિંમત દિલ્હી-NCR અને મુંબઇ જેવા મહાનગરો સહિત ઘણા શહેરોમાં 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે. ભાવ વધારા પાછળના ઘણા કારણોમાં સૌથી મોટું કારણ એ છે કે, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં ભીષણ ગરમીના કારણે ટામેટાના પુરવઠા અને ઉત્પાદનમાં રૂકાવટ આવી છે. તો મહારાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. CRISILના રિપોર્ટ મુજબ, હાઇ ટેમ્પ્રેચરના કારણે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ટામેટાંની આવકમાં 35 ટકાની કમી આવી છે. એ સિવાય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે રોડ ડેમેજ થાય છે, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.  જેથી સપ્લાઇ બાધિત થઇ છે.


1 મહિનામાં આટલા રૂપિયાનો વધારો:

1 મહિનામાં આટલા રૂપિયાનો વધારો:

ઉપભોક્તા બાબતોના મંત્રાલય મુજબ 7 જુલાઇ સુધી ટામેટાંની એવરેજ ખુદરા કિંમત 59.87 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે એક મહિના અગાઉ 35 રૂપિયા હતી એટલે કે 70 ટકા કરતાં વધુનો ઉછાળ આવ્યો છે. અમેઝોન,ફ્રેશ, સ્વિગી અને ઝેપ્ટો જેવી લોકપ્રિય ડિજિટલ સેવાઓ પર દેશના ઘણા હિસ્સામાં ટામેટાંની કિંમતી 80-90 રૂપિયાની આસપાસ છે. સેન્ટર ફોર ડેટા એન્ડ એનલિસીસ (CEDA) મુજબ, 5 જુલાઇ સુધી આખા ભારતમાં ટામેટાંની એવરેજ કિંમતો 59.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઇ હતી. ઉત્તર ભારતમાં ટામેટાં 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ વેચાઇ રહ્યા છે, જ્યારે ઉત્તર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં ટામેટાં 71 રૂપિયા સુધી છે.


ગયા વર્ષે 350 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી કિંમત:

ગયા વર્ષે 350 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી કિંમત:

વરસાદ દરમિયાન મોત ભાગે શાકભાજીઓની કિંમત વધી જાય છે કેમ કે વરસાદના કારણે શાકભાજી તોડવા, પેકેજિંગ અને સપ્લાઇ પર અસર પડે છે. ગયા વર્ષે ભારે વરસાદના કારણે સ્થિતિ એવી હતી કે ટામેટાંની કિંમત કેટલીક જગ્યાએ 350 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. ક્રિસિલના રિપોર્ટ મુજબ ટામેટાં, ડુંગળી અને બટેટની કિંમતોમાં તેજ વૃદ્ધિનું કારણે જૂનમાં શાકાહારી થાળીની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top