કોણ છે કશ્યપ કાશ પટેલ? ગુજરાતના લાલ અમેરિકન ગુપ્તચર એજન્સી CIAના ચીફ બની શકે છે
Who Is Kashyap 'Kash' Patel: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેની સાથે પ્રશાસનમાં પણ ફેરફારની શક્યતા છે. દુનિયાનું ધ્યાન અમેરિકન ગુપ્તચર એજન્સી CIA પર કેન્દ્રિત છે. એવામાં એક વ્યક્તિનું નામ ચર્ચામાં આવ્યું છે, જેના મૂળ ભારત સાથે જોડાયેલા છે. આપણે વાત કરી રહ્યા છીએ કશ્યપ કાશ પટેલની, જેમને ટ્રમ્પ સરકારમાં આગામી CIA ચીફ બનાવી શકાય છે. ચાલો જાણીએ કે તો કોણ છે.
ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલ ટ્રમ્પ સરકારમાં CIA ચીફ બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. તેમની ગણતરી ટ્રમ્પના વફાદારોમાં થાય છે. કશ્યપ કાશનો જન્મ ન્યૂયોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. જોકે તેમનો પરિવાર મૂળ ગુજરાતના વડોદરાનો છે. તેમના માતા-પિતા પહેલા યુગાન્ડા ગયા હતા. જ્યાંથી તેઓ 1970માં અમેરિકા પહોંચ્યા હતા. કશ્યપ કાશ પટેલ રિચમંડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. જ્યારે તેમણે યુનિવર્સિટી કૉલેજ લંડનમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેમણે 9 વર્ષ સુધી વકીલ તરીકે કૉર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. આ પછી તેઓ અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા. તેઓ રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે.
તેઓ 2019માં ટ્રમ્પ પ્રશાસનમાં જોડાયા હતા. અત્યાર સુધી તેઓ દેશના રક્ષા અને ગુપ્તચર વિભાગમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેમણે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારી તરીકે, રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકના કાર્યકારી વરિષ્ઠ સલાહકાર અને ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ દરમિયાન કાર્યકારી રક્ષા સચિવના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી છે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળ દરમિયાન, કશ્યપ કાશ પટેલે ISIS, અલ-બગદાદી અને કાસિમ અલ-રિમી જેવા અલ-કાયદાના નેતૃત્વને ખતમ કરવામાં અને ઘણા અમેરિકન બંધકોને પાછા લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ મિશન ટ્રમ્પની ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp