અર્જૂન કપૂર જે બીમારીથી પીડિત છે એ હાશિમોટો ડીસિસ શું છે? મલાઈકા સાથે બ્રેકઅપ બાદ તોડ્યું મૌન

અર્જૂન કપૂર જે બીમારીથી પીડિત છે એ હાશિમોટો ડીસિસ શું છે? મલાઈકા સાથે બ્રેકઅપ બાદ તોડ્યું મૌન

11/08/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અર્જૂન કપૂર જે બીમારીથી પીડિત છે એ હાશિમોટો ડીસિસ શું છે? મલાઈકા સાથે બ્રેકઅપ બાદ તોડ્યું મૌન

બોલિવુડ એક્ટર અર્જૂન કપૂરે હાલમાં જ પોતાના જીવન સાથે જોડાયેલી એક ખૂબ જ અંગત અને ગંભીર વાતનો ખુલાસો કર્યો છે. અર્જૂને જણાવ્યું કે તે એક ઓટોઇમ્યૂન ડીસિઝ 'હાશિમોટો થાઇરોઇડિટિસ'થી પીડિત છે, જે માત્ર તેના શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેની સમગ્ર જીવનશૈલીને પણ અસર કરી રહી છે. અર્જૂન કપૂરની આ બીમારી તેના માટે ખૂબ જ પડકારરૂપ બની ગઈ છે, જેના વિશે તેણે હાલમાં જ પોતાનો અનુભવ શેર કર્યો છે. ચાલો જાણીએ આખરે 'હાશિમોટો થાઇરોઇડિટિસ' શું છે.


અર્જૂને પોતાની બીમારી વિશે ખુલાસો કર્યો

અર્જૂને પોતાની બીમારી વિશે ખુલાસો કર્યો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો વિતાવી ચૂકેલા અભિનેતા અર્જૂન કપૂરે તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'સિંઘમ અગેન'થી હલચલ મચાવી દીધી છે. ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતાના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન, અભિનેતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હાશિમોટો થાઇરોઇડિટિસ એક એવી બીમારી છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાની થાઇરોઇડ ગ્રંથી પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. આ કારણે થાઈરોઈડ ગ્રંથી પર તેની ગાઢ અસર પડે છે અને શરીરમાં ઘણી શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે.

'ધ હોલિવુડ રિપોર્ટર ઈન્ડિયા' સાથે વાત કરતી વખતે અર્જૂન કપૂરે કહ્યું કે, 'આ બીમારી મારા શરીરમાં તણાવ પેદા કરે છે, જેના કારણે મારા માટે મારા વજનને નિયંત્રણમાં રાખવું અને એનર્જી જાળવી રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એક એક્ટર હોવાના કારણે મારું સ્વાસ્થ્ય અને ફિટનેસ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બીમારીના કારણે તેને પોતાના જીવનમાં ઘણા અંગત પડકારોનો સામનો કરવો પડ્યો છે. તે કહે છે કે એમ લાગે છે કે તેની એન્ટિબોડીઝ તેના શરીરનું જોખમ અનુભવે છે અને તરત જ સક્રિય થઈ જાય છે, જેના કારણે તેને શારીરિક અને માનસિક સમસ્યાઓ થાય છે.


હાશિમોટો થાઇરોઇડિટિસ શું છે?

હાશિમોટો થાઇરોઇડિટિસ શું છે?

હાશિમોટો થાઇરોઇડિટિસ એ ઓટોઇમ્યૂન ડિસઓર્ડર છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની જ થાઇરોઇડ ગ્રંથિ પર હુમલો કરે છે. થાઇરોઇડ એ એક નાની બટરફ્લાયના આકારની ગ્રંથિ છે જે શરીરના ચયાપચય, ઉર્જા સ્તર અને અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. આ બીમારીના કારણે થાઈરોઈડમાં સોજો આવે છે, જેના કારણે તેનું કાર્ય ધીમુ થવા લાગે છે. સમય જતા આ હાઇપોથાઇરોડિઝ્મનું કારણ બની શકે છે, જેમાં થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન ઓછું થાય છે.

હાશિમોટો થાઈરોઈડાઈટિસની કોઈ યોગ્ય સારવાર નથી, તેમ છતા તેના લક્ષણોને નિયંત્રિત કરી શકાય છે. આ બીમારીની સારવાર માટેની સૌથી સામાન્ય રીત થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટ દવાઓ લેવી છે. આ દવા શરીરમાં હોર્મોન્સની ઉણપની ભરપાઈ કરે છે, જેનાથી એનર્જી લેવલ વધે છે, વજન કંટ્રોલમાં રહે છે અને શરદી પ્રત્યે શરીરની સંવેદનશીલતા ઓછી થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top