ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં અફરાતફરી, 6 લોકો ઇજાગ્રસ્ત

ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં અફરાતફરી, 6 લોકો ઇજાગ્રસ્ત

11/08/2024 National

SidhiKhabar

SidhiKhabar

ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં અફરાતફરી, 6 લોકો ઇજાગ્રસ્ત

Dhirendra Krishna Shastri: રાજસ્થાનના ભીલવાડામાં કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમત કથામાં અફરાતફરીનો મામલો સામે આવ્યો છે. જેમાં અનેક મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આયોજકોની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની છે. સુરક્ષાકર્મીઓની બેદરકારી પણ સામે આવી છે. 10 નવેમ્બર સુધી કથાનું આયોજન કરવામાં આવનાર છે. શ્રી ટેકરીની હનુમાનજી કથા સમિતિ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા માટે તેરાપંથ નગર નાની હરણી પાસેની જગ્યા પસંદ કરવામાં આવી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન ગુરુવારે બપોરે 2 વાગ્યે અચાનક નાસભાગ મચી ગઈ હતી. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાસભાગ પાછળ કથા સમિતિની બેદરકારી સામે આવી છે. વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નહોતી. આ નાસભાગ VIP ગેટ પર થઈ હતી. જો સામાન્ય લોકોના પ્રવેશદ્વાર પર નાસભાગ મચી ગઈ હોત તો મોટી દુર્ઘટના થઇ શકતી હતી. આયોજક સમિતિ દ્વારા VIP પાસ આપવામાં આવી રહ્યા હતા. પરંતુ ભીડને નિયંત્રિત કરવામાં ન આવી. જેના કારણે અહીં વધુ લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ એકદમ અફરાતફરી મચી ગઈ હતી.


હાથરસમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

હાથરસમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

આ વર્ષે જુલાઈમાં હાથરસમાં કથા કાર્યક્રમ દરમિયાન નાસભાગનો મામલો પણ સામે આવ્યો હતો. જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. નાસભાગ બાદ બેભાન લોકોને એટાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ સુરક્ષાકર્મીઓએ લોકોને અટકાવ્યા હતા. ત્યારબાદ ઘણા લોકોએ ગૂંગળામણની ફરિયાદ કરી. હાથરસના ફુલરાઈ ગામમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન માટે પરવાનગી લેવામાં આવી હતી. પરંતુ કથા સાંભળવા ધારણા કરતા વધુ ભીડ ઉમટી પડી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top