જેમ્સ એન્ડરસન જણાવ્યું- તે શા માટે IPL રમવા માગે છે?
IPL 2025 Mega Auction: IPL 2025 મેગા ઓક્શન માટે 1574 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખેલાડીઓની હરાજી 24 અને 25 નવેમ્બરે થવા જઈ રહી છે. આ વખતે મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં થઈ રહ્યું છે. ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 13 વર્ષ બાદ મેગા ઓક્શન માટે પોતાનું નામ નોંધાવ્યું છે. એન્ડરસને છેલ્લે 2012ની હરાજીમાં સામેલ થયો હતો, પરંતુ એ સમયે તે ખેલાડી અનસોલ્ડ રહ્યો હતો. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ જેમ્સ એન્ડરસને જણાવ્યું કે તે શા માટે IPL રમવા માગે છે.
અત્યાર સુધી જેમ્સ એન્ડરસન ક્યારેય IPLમાં રમ્યો નથી. પરંતુ હવે આ અનુભવી ફાસ્ટ બોલરે IPL રમવાનો નિર્ણય કર્યો છે. આ વિશે એન્ડરસને BBC રેડિયો 4 ટૂડેને કહ્યું હતું કે, મારી અંદર હજુ પણ કંઈક એવું છે જે મને લાગે છે કે હું હજુ પણ રમી શકું છું. હું ક્યારેય IPL રમ્યો નથી; મેં ક્યારેય તેનો અનુભવ કર્યો નથી, અને મને લાગે છે કે ઘણા કારણોસર મને લાગે છે કે એક ખેલાડી તરીકે મારી પાસે આપવા માટે ઘણું બધું છે.
After 10 years, England's legendary pacer James Anderson is planning a comeback in T20 cricket pic.twitter.com/cBlUELBdeX — rainbowbright55 (@rainbowbrightP7) November 8, 2024
After 10 years, England's legendary pacer James Anderson is planning a comeback in T20 cricket pic.twitter.com/cBlUELBdeX
જેમ્સ એન્ડરસન લાંબા સમયથી ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો હતો. T20 ફોર્મેટમાં તેની કારકિર્દી વધારે લાંબી નથી. તેણે પોતાની કારકિર્દીમાં ઈંગ્લેન્ડ માટે 19 T20 મેચ રમી હતી. જેમાં તેના નામે 18 વિકેટ હતી. આ સિવાય એન્ડરસને પોતાની અંતિમ T20 મેચ 2009માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. જેમ્સ એન્ડરસન લાંબા સમય સુધી ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યો છે. વર્ષ 2003માં એન્ડરસને ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં 188 ટેસ્ટ મેચ રમી હતી. 350 ઈનિંગ્સમાં બોલિંગ કરતી વખતે એન્ડરસને 704 વિકેટ લીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp