દિવાળીની રાતે શા માટે બનાવવામાં આવે છે કાજલ? કારણ જાણી ચોકી જશો...

દિવાળીની રાતે શા માટે બનાવવામાં આવે છે કાજલ? કારણ જાણી ચોકી જશો...

11/08/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

દિવાળીની રાતે શા માટે બનાવવામાં આવે છે કાજલ? કારણ જાણી ચોકી જશો...

હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે દિવાળીનો તહેવાર કારતક માસની અમાસ તિથિએ ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવો પ્રગટાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. આ દિવસે લક્ષ્મી અને ભગવાન ગણેશજી પૂજા કરવામાં આવે છે. આમ તો દિવાળીનો તહેવાર ઘણી માન્યતાઓ સાથે જોડાયેલો છે, પરંતુ આજે અમે એક એવી માન્યતા અંગે જણાવશું જેને જાણીને તમે હેરાન રહી જશો. માન્યતા એવી છે કે, દીવાથી બનતી કાજલને લગાવવાથી ધનસંચય થાય છે, સાથે જ ખરાબ નજર લાગી જાય છે. તો ચાલો જાણીએ આ ખબરમાં કે દિવાળીના દિવસે કાજલ સાથે જોડાયેલી માન્યતા.


કેવી રીતે તૈયાર કરવી દિવાથી કાજલ

કેવી રીતે તૈયાર કરવી દિવાથી કાજલ

પૌરાણિક માન્યતા અનુસાર, દિવાળીના દિવસે કાજલ બનાવવાની માન્યતા વર્ષો જૂની છે. માન્યતા છે કે જે જાતકો દિવાળીની પૂજાનું શુભ ફળ મેળવવા માંગો છો તો તેઓ દિવાથી કાજલ બનાવી શકો છો. કાજલ બનાવવા માટે તમારે સૌથી પહેલા એક માટીનો દીવો પડશે. દિવામાં તેલ ભરો અને એમાં રૂની વાટ બનાવો. ત્યાર બાદ દિવાને પૂજા સ્થળ પર રાખો. દીવો પ્રગટાવો ત્યાર બાદ લૌ ઉપર એક વધુ દીવો લઇ એને ઢાંકી દો અને રાતભર એ દીવો જલવા દો. પ્રાતઃકાળમાં ઉઠીને સ્નાન કર્યા બાદ ઢાંકેલા દિવાને હટાવી એની રાખને નાની ડબ્બીમાં ભરી લો. ડબ્બીમાં થોડું ઘી ભેળવો. આ રીતે કાજલ તૈયાર થઇ જશે.


કાજલ લગાવવાના ફાયદા

કાજલ લગાવવાના ફાયદા

*જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાજલ લગાવવાથી ખરાબ નજર અથવા નકારાત્મક ઉર્જાની અસર થતી નથી

*દિવાળીની રાતે બનેલી કાજલ લગાવવાથી જીવનમાં આવી રહેલ બધા પ્રકારની પરેશાનીઓ દૂર થઇ જાય છે. સાથે જ જીવનમાં સફળતા પણ મળે છે.

*દિવાળીના દિવસે બનેલી કાજલ લગાવવાથી મનમાં સકારાત્મક વિચાર આવે છે. સાથે જ તમે દરેક કાર્ય પૂર્ણ કરી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top